તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સુઇગામના બેણપ ગામની રાજપૂત સમાજની દીકરી કોન્સ્ટેબલ બની

સુઇગામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂઢિચુસ્ત રાજપૂત સમાજમાં સૌપ્રથમ સરકારી નોકરીમાં ખેડૂત દીકરી જોડાઈ

બનાસકાંઠાના સરહદી વાવ, સુઇગામ, ભાભર, થરાદ વિગેરે તાલુકાઓમાં કેટલાય સમાજ એવા છે કે ત્યાં હજુ રૂઢિગત રિતરીવાજોમાં ઝાઝો બદલાવ આવ્યો નથી. ત્યારે રૂઢિચુસ્ત મનાતા રાજપૂત સમાજમાં મહિલાઓમાં પ્રાથમિક શિક્ષણથી વધુ નહિ, ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ લગભગ નહિવત હોય છે, ત્યારે સરહદી સુઇગામ તાલુકાના અંતરિયાળ બેણપ ગામના ખેડૂતની દીકરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી મેળવનાર પ્રથમ યુવતી છે.

સુઇગામ તાલુકાના બેણપ ગામના ગણેશજી બોડાણાની દીકરી જયાબેન બોડાણા કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી મેળવનાર પ્રથમ યુવતી છે. વાવ, સુઇગામ, થરાદ તાલુકા રાજપૂત સમાજ પરગણામાં જયાબેન બોડાણાએ કોન્સ્ટેબલ તરીકે નોકરી મેળવી સમાજની દીકરીઓને પ્રેરણા આપી છે. જયાબેન બોડાણાએ ગુજરાતી વિષય સાથે B.A., M.A. કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી.

ઉપરાંત 2019ની પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી સુરત ખાતે પોલીસની ટ્રેનિંગ લઈ સુરત હેડક્વાર્ટરમાં જ તેમનું પોસ્ટિંગ થયું હતું. દરમિયાન HTAT પરીક્ષા પાસ કરી હતી. પરિવારના સહકારથી રૂઢિચુસ્ત રાજપૂત સમાજની દીકરી જયાબેન બોડાણા આજે માસ્ટર ડીગ્રી મેળવી હથિયારી કોન્સ્ટેબલની સરકારી નોકરી મેળવનાર પ્રથમ યુવતી છે.

આ અંગે જયાબેનના મોટાભાઈ સારંગજી બોડાણાએ જણાવ્યું કે ‘જયાબેનને નાનપણથી આર્મી, B.S.F. કે પોલીસમાં જોડાવવાની ઈચ્છા હતી. ફાયરિંગ, ઘોડેસવારીનો શોખ ધરાવનાર જયાબેન 5 કિ.મી. લાંબી દોડમાં વિધાઉટ રેસ્ટમાં 2 મેડલ પણ મેળવેલ છે. આ અંગે તેમણે રાજપૂત સમાજને સંદેશ આપતાં જણાવ્યું હતું કે ‘અત્યારનો જમાનો ટેકનોલોજીનો છે અને એ માટે શિક્ષણ અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...