તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મેઘપુરા ગામના કોમ્યુનિટી હોલ પર દૂધ મંડળીના સંચાલકોએ કબજો જમાવ્યો

સુઇગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કબજો ખુલ્લો કરવા ઉચ્ચ કક્ષાએથી આદેશ છતાં સુરસુરિયું

સુઇગામ તાલુકાના છેવાડાના મેઘપુરા ગામના જાહેરહેતુ માટેના કોમ્યુનિટી હોલમાં કોઈપણ જાતની પરવાનગી સિવાય દૂધ ડેરી સંચાલકો દ્વારા તોડફોડ કરી કબજો જમાવી તેમાં દૂધ ભરવામાં આવી રહ્યું છે. જે અંગે ગામના જાગૃત યુવાન દ્વારા સ્થાનિક તંત્રથી લઇ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઈ છે અને કબજો ખાલી કરવા સરપંચ, તલાટીને આદેશ કરવા છતાં દૂધ ડેરી સંચાલકો દ્વારા કોમ્યુનિટી હોલનો કબજો છોડાવાતો નથી. જેને લઈ તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

મેઘપુરા ગામમાં જાહેરહેતુ માટે બનાવાયેલ કોમ્યુનિટી હોલ પર દૂધ ડેરી સંચાલકો દ્વારા પંચાયતની કોઈપણ જાતની મંજૂરી સિવાય તોડફોડ કરી તેમાં દૂધ ડેરી ચાલુ કરી દેતાં ગામના જાગૃત નાગરિક અમરતભાઈ પ્રજાપતિએ સુઇગામ TDO, મામલતદાર, પ્રાંત કલેકટર, કલેકટર સહિત રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરાઈ છે. છેલ્લા એક વર્ષથી કરાયેલ લેખિત રજૂઆતોના અનુસંધાને કબજો ખાલી કરવા જે-તે વિભાગો તરફથી સૂચના પણ અપાઈ છે. પરંતુ જે પણ કબજો ખાલી કરાવવા જાય તે ખાલી હાથે પરત આવી જાય છે.

જેને લઈ જવાબદાર વહીવટી તંત્ર પર શંકાની સોય તકાઈ રહી છે. રજુઆત કર્તાએ જણાવ્યું હતું કે ‘કબજો ખાલી કરાવવા આવનાર તંત્રને દૂધ ડેરી સંચાલકો રાજકારણનો ઉપયોગ કરી પાછા ધકેલી દે છે. ત્યારે જાહેરહેતુ માટે બનાવાયેલ કોમ્યુનિટી હોલ પર કબજો જમાવી બેઠેલા દૂધ ડેરી સંચાલકો વિરુદ્ધ તંત્રમાં કાયદેસર કાર્યવાહી કરવાની પણ ત્રેવડ નથી.આ અંગે ટીડીઓ કાજલબેન આંબલીયાએ કહ્યું કે આ અંગેની રજૂઆત મળી છે તપાસ કરી ટૂંક સમયમાં જ કાર્યવાહી કરાશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો