તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જેલાણા,નેસડાના 6 શખ્સો પીવાના પાણીનો પિયત તરીકે ઉપયોગ કરતા સુઇગામ પોલીસને રજૂઆત

સુઇગામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠાની પાઈપલાઈનમાંથી બિનકાયદેસર કનેક્શન લીધું હતું

ભાભર અને સુઇગામ તાલુકાના 67 ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા પ્રાઇવેટ કંપનીને મળતા પાણી પુરવઠાના અધિકારીઓની નિગરાની નીચે આ પ્રાઇવેટ કંપની કામગીરી સંભાળે છે. ત્યારે જેલાણા, નેસડા ગામના 6 શખ્સો પાણી પુરવઠાની પાઈપલાઈનમાંથી બિનકાયદેસર કનેક્શન લઈ પીવાના પાણીનો પિયત તરીકે ઉપયોગ કરતા હોઈ સુઇગામ પોલીસ સ્ટેશને લેખિત રજુઆત કરાઈ છે.

સુઇગામ તાલુકાના જેલાણા અને નેસડા ગામના 6 શખ્સો પાણી પુરવઠાની પાઈપલાઈનમાંથી બિનકાયદેસર કનેક્શન લઈ પીવાના પાણીનો ઉપયોગ ખેતી પાકો ઉગાડવા માટે કરતા હોઈ આગળના ગામોના લોકોને પૂરતું પીવાનું પાણી મળતું ન હોવાની રજૂઆતને લઈ આ અંગે વિકાસ ઇલેક્ટ્રોનિક્સ ડીસ નામની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારી યોગેશભાઈ વસ્તાભાઈ ચૌધરીએ દલરામભાઈ વજાભાઈ પટેલ, માનસેગભાઇ વિરાભાઈ પટેલ, ઓખાભાઈ દેવરામભાઇ પટેલ, માદેવભાઈ રામાભાઈ પટેલ (તમામ રહે.જેલાણા) તેમજ નેસડા ગામના પીરાભાઈ હાજાભાઈ રાજપૂત અને પ્રતાપસિંહ માલાજી રાજપૂતના ખેતરે જઈ રૂબરૂ તપાસ કરતા પાણી પુરવઠાની મેઈન લાઈનમાંથી બિનકાયદેસર કનેક્શન લઈ પીવાના પાણીનો ઉપયોગ ખેતીમાં કરતા હતા.

આ અંગે તેઓને કહેવા જતાં તમામ શખસોએ કર્મચારીને ડરાવી ધમકાવી અને ઉશ્કેરાઈ જઈ માર મારવાની કોશિશ કરી હોઈ ડરી ગયેલા કર્મચારીએ 6 શખ્સો વિરુદ્ધ તેઓ માથાભારે હોઈ અને લાઇન ચેકિંગ માટે અવારનવાર જવાનું થતું હોઈ તેમને મારશે તેવા ડરથી સુઇગામ પોલીસ સ્ટેશને લેખિત અરજી આપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી જામીન લેવડાવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...