રજૂઆત:બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર કરવા વાવ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

સુઈગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક મહિનાથી બિલકુલ વરસાદ ન થતાં ખેતી પર સંકટ

ચાલુ સાલે મોટાભાગના તાલુકાઓમાં પૂરતો વરસાદ થયો નથી,અને અમુક વિસ્તારોમાં થોડો વરસાદ થતાં ખેડૂતોએ ખેતરોમાં ખેડ કરી મોંઘા બિયારણોની વાવેતર કર્યું હતું,પરંતુ એક માસ જેટલા સમયથી બિલકુલ વરસાદ થયો નથી,સતત વરસાદ ખેંચાતાં વરસાદથી વાવેતર કરેલ ખેતીપાકો બળી ગયા છે,અને મુર્જા રહયા છે,જેને લઈ ખેતીપાકો નિષ્ફળ ગયા છે,અષાઢ માસ કોરો ગયો છે,અને શ્રાવણ શરૂ થયો છતાં વરસાદના કોઈ વાવડ નથી,,છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં બિલકુલ વરસાદ થયો નથી,પરિણામે પાક નિષ્ફળ જતાં અને અપૂરતાં વરસાદને લીધે ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.

એક બાજુ વરસાદ નથી,અને ગત જૂન માસથી સરહદી વિસ્તારોમાં કેનાલોમાં રીપેરીંગની કામગીરી ચાલુ છે,ત્યારે સત્વરે કેનાલોમાં પાણી ચાલુ કરાવવામાં આવે અને વરસાદ નહિ થતાં સમગ્ર જિલ્લા ને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પત્ર લખી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરી છે,સરહદી વાવ,સુઇગામ, થરાદ,ભાભર તાલુકા વરસાદ આધારિત ખેતી ધરાવતા તાલુકાઓ છે, પણ કેનાલો આવવાથી પિયતની સગવડ થઈ છે,પરંતુ હાલે કેનાલોની મરામત કામગીરી ચાલુ હોઈ પાણી બંધ છે,અને બીજી બાજુ વરસાદ ન થતો હોઇ ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...