તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:સરહદી પંથકમાં નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતોમાં રોષ

વાવ, સુઇગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 મે સુધી ચાલુ રાખવા વાવના ધારાસભ્યની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

સરહદી સુઇગામ, વાવ તાલુકામાં કેનાલો આશિર્વાદરૂપ છે. ખેડૂતોએ શિયાળુ સિઝન લઈ ઉનાળુ બાજરી અને જુવારનું વાવેતર કર્યું હતું. બાજરી-જુવારના પાકને 2-3 પાણી પિયત માટે જરૂર છે ત્યાં નર્મદા વિભાગ દ્વારા કેનાલોમાં પાણી બંધ કરાતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને 30 મે સુધી કેનાલો ચાલુ રાખવા લેખિત રજુઆત કરી હતી.

આ અંગે કરશનભાઇ રાઠોડે જણાવ્યું કે ‘સરકાર દ્વારા ઉનાળામાં ખેડૂતોને વરસાદ થાય ત્યાં સુધી પાણી આપવાની વાત કરી હતી. જેને લઈ ખેડૂતોએ ઉનાળું વાવેતર કરેલ છે. હવે જો પાણી બંધ કરાય તો ખેડૂતોને મોટું નુકસાન થશે. આ અંગે નર્મદા વિભાગના અધિકારીએ જણાવ્યું કે ‘કેનાલોમાં શિયાળુ સીઝનમાં જ્યાં પાણી નથી મળતું જેને લઈ રીપેરીગ, નવા સ્ટ્રક્ચર, ડોવિલ જેવી કામગીરીના વર્ક ઓર્ડર આપ્યા છે. જે કામો ચાલુ કરવાના છે. ઉનાળામાં 3 માસ કામ કરવાના મળે છે. આ કામગીરીને લઈ પાણી બંધ કરેલ છે.’

15 દિવસ પાણી નહીં લંબાવાય આંદોલનની ચીમકી
ભારતીય કિસાન સંઘ પ્રમુખ હિરાજી વી.ગોહિલે જણાવ્યું કે ઉનાળું સિઝન બાજરી અને જુવાર કરેલ છે એમને હજી 2 પાણીની ઘટ છે અને બંધ થવાની વાત થઇ રહી છે તો ઉનાળું સિઝન પાક નિષ્ફળ જશે અને ખેડૂતો પાયમાલ થઇ જશે. જો 15 દિવસ પાણી નહીં લંબાવાય તો ગાંધીજી ના ચિધીયા માર્ગ કિસાન સંઘ ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરાશે.’

અન્ય સમાચારો પણ છે...