સુઇગામ તાલુકા પંચાયતના મિટિંગ હોલમાં મંળગવારે સુઇગામ મામલતદાર, TDO તેમજ તાલુકા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના ચાલુ તેમજ જુના અને નવા સરપંચો સાથે કોરોના મહામારીમાં ગ્રામીણ વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે કાળજી રખાય તે માટે મિટિંગ યોજાઈ હતી.
કોરોના કેસોને ધ્યાને લઇ ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણ ના ફેલાય તે હેતુથી ગ્રામજનો માસ્ક પહેરે,સોશિયલ ડિસ્ટન્સ જાળવે,હેન્ડવોશનો વારંવાર ઉપયોગ કરે,કોરોના ગાઈડલાઈન મુજબ અમલ કરવા લોકોને જાગૃત કરવા,15 થી 18 વર્ષના બાળકોનું વેકસીન કરાવવા,ઉપરાંત તાવ,શરદી,ખાંસીના લક્ષણ દેખાય તો તુરંત સારવાર કરવા લોકોને ભારપૂર્વક સમજાવાય તેવું ઉપસ્થિત સરપંચોને અધિકારીઓએ જણાવ્યું હતું,અને દરેક ગામમાં કોવિડ-19 ના નિર્દેશો અનુસાર અમલ થાય તે માટે સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.