સુઇગામના ભરડવામાં દંગલ:પિતરાઇ ભાભી સામે નણંદનો સરપંચમાં વિજય થતાં હથિયારો સાથે હુમલો; અન્ય ઘરમાં આગ લગાડી, જીપડાલાના કાચ તોડ્યા

સુઇગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચના ઘર પર પથ્થરો મારી સીસીટીવી તોડ્યા

સુઇગામના ભરડવા ગામે પિતરાઇ ભાભી સામે નણંદ સરપંચની ચૂંટણીમાં ઉભા હતા. ત્યારે નણંદનો વિજય થયો હતો. જેનું મનદુ:ખ રાખી સામે પક્ષના 50 ટોળાએ રવિવારે રાત્રે વિજેતા મહિલા સરપંચના ઘર ઉપર હથિયારો સાથે આવી હુમલો કર્યો હતો. જેમાં એક ઘરમાં આગ લગાડી, જીપડાલાના કાચ તોડ્યા, સરપંચના ઘર ઉપર પથ્થરમારો કરી સીસીટીવી તોડ્યા હતા. આ અંગે ફરિયાદીએ 34 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

ભરડવા ગામના રામસંગભાઇ નરસંગભાઇ રાજપૂતની દિકરી ક્રિષ્નાબેન (ઉં.વ.22) સરપંચની ચૂંટણીમાં ઉભા હતા.જ્યારે સામે પક્ષે રામસંગભાઇના મોટા બહેનના દિકરાની વહુ એટલે કે ભાણેજ વહુ ઉભા હતા. ત્યારે સપચંની ચૂંટણીમાં 181 મતે ક્રિષ્નાબેનનો વિજય થયો હતો. જેનું મનદુ:ખ રાખી સામા પક્ષના 50 જેટલા ટોળાએ રવિવારે રાત્રે મહિલા સરપંચના ઘર ઉપર ટોમી, ધોકા, ભાલા અને તલવાર સહિત પથ્થર મારો કર્યો હતો. જેમાં મહિલા સરપંચના ઘર ઉપર પથ્થર મારો કરતાં સીસીટીવી કેમેરા સહિત તેમના ઘરની બહાર પડી રહેલ પોતાનું જીપડાલા નંબર જીજે-08-એયુ-6653ના કાચ તોડી નુક્સાન પહોંચાડ્યું હતું. અન્ય નાગજીભાઇ પથુભાઇ રાજપૂતના ઘર પર પણ હુમલો કરી ઘરના દરવાજાને નુક્સાન કર્યું હતું. તેમજ ધેગાભાઇ નરસંગભાઇના ઘર આગ લગાડવાની કોશિષ કરી હતી.

ઘટના CCTV કેમેરામાં કેદ, ગામમાં પોલીસ બંદોબસ્ત
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુઇગામ પોલીસની 4 ગાડીઓ સહિત 25 જેટલા પોલીસ સ્ટાફ આખો દિવસ તૈનાત કરાયો હતો.

આમની સામે ફરિયાદ
1. દુદાભાઇ સવજીભાઇ રાજપૂત
2. ધેગાભાઇ રામજીભાઇ રાજપૂત
3. પ્રવીણભાઇ રામજીભાઇ રાજપૂત
4. ગણેશભાઇ મધાભાઇ રાજપૂત
5. દુદાભાઇ કાજાભાઇ રાજપૂત
6. ભમરભાઇ ગણેશભાઇ રાજપૂત
7. થાંનાભાઇ દુદાભાઇ સવજીભાઇ રાજપૂત
8. દેવજી ઉર્ફે દેવેન્દ્ર સવજીભાઇ રાજપૂત
9. જોમાભાઇ સવજીભાઇ રાજપૂત
10. વિક્રમભાઇ લેબાભાઇ પથુભાઇ રાજપૂત
11. રાંણાભાઇ રામજીભાઇ જીવાભાઇ રાજપૂત
12. કરસનભાઇ માદેવભાઇ રાજપૂત
13. ધીરાભાઇ માદેવભાઇ રાજપૂત
14. ભેમાભાઇ ભુરાભાઇ રાજપૂત
15. રાંણાભાઇ રામજીભાઇ રાજપૂત
16. થાંનાભાઇ કરશનભાઇ (કાનજી-ગજાભાઇ) રાજપૂત
17. દિલીપભાઇ દુદાભાઇ રામજીભાઇ રાજપૂત
18. નરેશભાઇ દુદાભાઇ રામજીભાઇ રાજપૂત
19. નરેશભાઇ દુદાભાઇ હાજાભાઇ રાજપૂત
20. કિરણભાઇ ભુરાભાઇ મનજી રાજપૂત
21. જયદિપભાઇ રાણાભાઇ નાગજીભાઇ રાજપૂત
22. ઇશ્વરભાઇ દુદાભાઇ સવજીભાઇ રાજપૂત
23. વિક્રમભાઇ ગણેશભાઇ જગસી રાજપૂત
24. થાંનાભાઇ દુદાભાઇ કાજાભાઇ રાજપૂત
25. કરસનભાઇ લખમણભાઇ તેજાભાઇ રાજપૂત
26. નીલાભાઇ રાણાભાઇ ગણેશભાઇ રાજપૂત
27. રમેશભાઇ રાંણાભાઇ ભીખાભાઇ રાજપૂત
28. અણદાભાઇ શંકરભાઇ રાજપૂત
29. અભાભાઇ વીહાભાઇ કાળાભાઇ રાજપૂત
30. સાગરદાન અંબાદાન ગઢવી (તમામ રહે.ભરડવા,તા.સુઇગામ)
31. પ્રતાપસિંહ હરીસિંહ રાજપૂત (રહે.ખીમાણાપાદર,તા.વાવ)
32. રમેશભાઇ અજાભાઇ રાજપૂત (રહે.ગોલપ (નેસડા), તા.સુઇગામ)
33. વિક્રમપુરી દોલપુરી બાવાજી (રહે.ગોલપ (નેસડા),તા.સુઇગામ)
​​​​​​​34. હીરાભાઇ સવાભાઇ તુવર (રહે.બેણપ, સુઇગામ)

અન્ય સમાચારો પણ છે...