તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં વધુ પાણી છોડાતાં સોનેથ ગામની સીમમાં ઓવરફ્લો થતાં 6 ફૂટનું ગાબડું પડતાં ખેતરમાં પાણી ફરી વળ્યા

સુઇગામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ બ્રાન્ચમાંથી નીકળતી રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ બુધવારે બપોર બાદ મોડી સાંજે વધુ પાણી છોડી દેવાના કારણે કેનાલ ઓવરફ્લો થઈ જતાં સાયફન નજીક 6 ફૂટ જેટલું ગાબડું પડી જતાં કેનાલનું પાણી ખેતરમાં ફરી વળ્યું હતું. સોનેથ ગામના ખેડૂત રગનાથભાઈ સવદાનભાઈ ઠાકોરના ખેતરમાં કેનાલ ઉભરાઈ ગઈ હતી અને ખેતરમાં વાવેતર કરેલ પાકમાં પાણી ફરી વળ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં દિવસ ઉગેને કેનાલો તૂટવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. હલકી ગુણવત્તાની કેનાલો કાગળની જેમ તૂટી જાય છે છતાં નર્મદાના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.

અન્ય સમાચારો પણ છે...