તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વેજપુર કેનાલ પર પોલીસ બંદોબસ્ત સાથે100 થી વધુ પાઈપો કાપી નાખી

સુઈગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી 100 પાઇપ કાપી નાખવામાં આવી હતી. - Divya Bhaskar
વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી 100 પાઇપ કાપી નાખવામાં આવી હતી.
 • નર્મદાની કેનાલમાં મશીનો મૂકી પાણી ખેંચતા ખેડૂતો સામે લાલ આંખ
 • છેવાડાના ખેડૂતો સુધી પાણી ન પહોંચતાં તંત્રની કાર્યવાહી

નર્મદાની બ્રાન્ચ કેનાલમાં મશીનો મૂકી તેમાંથી પાણી લેતા ખેડૂતો સામે નર્મદા વિભાગે કાર્યવાહી હાથ ધરતા હડકંપ મચી ગયો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે 100થી વધુ ખેડૂતોની પાઈપો કાપી મશીનો દ્વારા પાણી ખેંચતા ખેડૂતોને આ કામગીરી સામે પગલાં ભરવા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વેજપુર બ્રાન્ચ કેનાલમાં ઇલેક્ટ્રીક મોટરથી ચાલતાં કનેક્શનોને નર્મદા વિભાગના અધિકારીઓએ પોલીસ ટીમ અને ભાભર વિદ્યુત બોર્ડની ટીમને સાથે રાખી મંગળવારે 100 થી વધુ ટોટા પાઇપો કાપવામાં આવી હતી.

આ અંગે નર્મદા વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.એન.તડવીએ જણાવ્યું હતું કે " છેવાડાના ખેડૂતોની માંગ અનુસાર પાણી પહોંચતું ન હતું અને વચ્ચે ઇલેક્ટ્રિક મોટરો અને વધારાના ડીઝલ પંપ ને લીધે વચ્ચે જ પાણી વેડફાતું હતું,જેને લઈ ઉપરથી સૂચના મળતા આ ગેરકાયદેસર કનેક્શનો કાપવાની કામગીરી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો