અકસ્માત:નડાબેટ નજીક જીપડાલાનું ટાયર ફાટતાં પલટ્યું, 33 વ્યક્તિને ઈજા

સુઈગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ના પરિવારના જીપડાલાનું  ટાયર ફાટી નીકળતા 33 લોકો ઘાયલ થયા હતા. - Divya Bhaskar
સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ના પરિવારના જીપડાલાનું ટાયર ફાટી નીકળતા 33 લોકો ઘાયલ થયા હતા.
  • માધપુરા મસાલી ગામના લોકોને અકસ્માત નડ્યો

સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ગામના એક જ સમાજના 33 લોકો રવિવારે નડાબેટ ખાતે શ્રી નડેશ્વરી માતાજીના દર્શન કરી મોડી સાંજે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ડાલા નું ટાયર ફાટી જતા 33 લોકોને નાનીમોટી ઈજાઓ થવા પામી હતી.તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

આ બનાવને લઈ દોડધામ મચી ગઈ હતી.ઘટનાને પગલે લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ગામના ચૌધરીના સમાજ લોકો રવિવારે જીપડાલું લઈ શ્રી નડેશ્વરી માતાજીના દર્શન કરવા ગયેલા જે દર્શન કરી પરત ફરતાં નડાબેટ નજીક જીપ ડાલું પલટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.પલટી ગયેલ જીપડાલા માં બેઠલા 33 જેટલા વ્યક્તિઓ પૈકી 15 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને 3 જેટલી 108 અને અન્ય ખાનગી વાહનોમાં સુઇગામ CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.જે પૈકી ચાર વ્યક્તિઓને વધુ ઇજાઓ હોઈ વધુ સારવાર અર્થે થરાદ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતને પગલે સુઇગામ CHC ખાતે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ તાત્કાલિક સુઇગામ રેફરલ ખાતે દોડી જઈ ઇમરજન્સી ઘાયલોની સારવાર ચાલુ કરાવી હતી.તેમજ ઘટનાની જાણ થતા સુઈગામ તાલુકાના અન્ય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...