ભાભરના રૂની ગામના વતની અને આર્મીમાં ફરજ બજાવતા હપુરસિંહ ઠાકોરે 100 કી. મી એશિયન ગેમની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઠાકોર સમાજનું નામ રોશન કર્યું છે. તા. 8 ઓગષ્ટ-2021 ના રોજ બેંગ્લોર ખાતે એશિયન ગેમ 100 કિલોમીટર અલ્ટ્રા મેરેથોન દોડ યોજાઇ હતી.
આ ગેમનું આયોજન AFI તરફથી થયેલ હતું. એમાં અને ઓલ ઇન્ડિયા રનર આર્મીમેન હપુરસિંહ ઠાકોરે 8 કલાક 28 મિનિટમાં 100 કિલોમીટરની દોડ પુરી કરતા નેશનલ લેવલે બ્રોજ મેડલ મેળવીને કોલિફાય ફાઇનલ કરેલ છે. હપૂરસિંહ બાબુજી ઠાકોર (પાલડીયા) 11 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. 5 વર્ષથી ઓલ ઇન્ડિયન આર્મી ટીમમાં રનિંગ ટીમના કોલિફાય ખેલાડી છે અને કેટલીયે સ્પર્ધામાં મેડલ અને પ્રમાણપત્રો મેળવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.