ગૌભકતોમાં રોષ:ઉચોસણમાં આખલાના પગે તિક્ષ્ણ હથિયારથી ઘા માર્યા

સુઈગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુઇગામ તાલુકાના ઉચોસણ ગામે એક આખલો પગે લગડાતી હાલતમાં ચૌધરીવાસમાં આવતાં સેવાભાવી માણસોની નજર પડતાં આખલાના એક પગના ભાગે કોઇ નરાધમે તિક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકેલા જોવા મળતાં અને પગનો ભાગ લોહી લુહાણ થઈ ગયો હતો.

ઉચોસણના સેવાભાવી લોકોએ પિડાથી કણસતા આખલાને સારવાર માટે ભાભર જલારામ ગૌશાળાને જાણ કરી હતી. પરંતુ આખલાના પગના ભાગેથી વધારે પ્રમાણમાં લોહી વહી જતું જોઇને ગામના સેવાભાવી લોકો ભેગા મળીને આખલાના પગના ભાગે લોહી અટકાવવા માટે પ્રાથમિક સારવાર કરી હતી. આવા નરાધમોને પકડીને જાહેરમાં સજા કરવામાં આવે તેવો ગૌભકતોમાં રોષ ફેલાયો હતો..

અન્ય સમાચારો પણ છે...