તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીની માગણી:સુઈગામમાં રાજેશ્વર દાદાના શિવલિંગને નુકસાન પહોંચાડતાં પ્રાંતને આવેદન આપ્યું

સુઇગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજેશ્વર દાદાના શિવલિંગને તોડવાનું જઘન્ય કૃત્ય બદલ વિવિધ હિન્દૂ સંગઠનોએ મંગળવારે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. - Divya Bhaskar
રાજેશ્વર દાદાના શિવલિંગને તોડવાનું જઘન્ય કૃત્ય બદલ વિવિધ હિન્દૂ સંગઠનોએ મંગળવારે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
  • શખ્સો સામે જલ્દી કાર્યવાહી નહીં કરાય તો અઠવાડિયા બાદ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન

રાજેશ્વર દાદાના શિવલિંગને નુકસાન પહોંચાડતાં વિવિધ હિન્દૂ સંગઠનોએ મંગળવારે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ પ્રશાસન જલ્દી કાર્યવાહી નહિ કરે તો અઠવાડિયા બાદ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

સુઇગામ ખાતે આવેલ રાજેશ્વર મહાદેવના મંદિરમાં રવિવારની રાત્રીના સમયે કોઈ અસામાજિક તત્વોએ ચોરી કરવાના કે હિન્દૂ ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાના ઇરાદે મંદિરમાં ઘુસી શિવલિંગને તોડી મંદિર બહાર ફેંકી દેવાયું હતું. જેના લીધે હિન્દૂ ધર્મની આસ્થાને ઠેસ પહોંચી છે અને આવા દુષ્કૃત્ય બદલ સમગ્ર પંથકમાં ચકચાર સાથે આવા તત્વો વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આવું જઘન્ય કૃત્ય કરનાર અસામાજિક તત્વોને પોલીસ દ્વારા સત્વરે ઝડપી લઈ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી સાથે મંગળવારે યુવા બ્રહ્મસેના ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય માનવધિકાર નિગરાની સમિતિ સહિતના હિન્દુવાદી સંગઠનોએ સુઇગામ પ્રાંત કલેકટર નવલદાન ગઢવીને રૂબરૂ મળી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આવું હીન કૃત્ય કરનાર તત્વોને પોલીસ પ્રસાશન સત્વરે ઝડપી કડકમાં કડક સજા કરે. જો આ અંગે પ્રસાશન જલ્દી કાર્યવાહી નહિ કરે તો અઠવાડિયા બાદ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વાવમાં પણ વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...