તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હથિયારોથી હુમલો:માધપુરામાં નાનાભાઇઓએ મોટાભાઈના પરિવાર પર ઘાતક હુમલો કરતાં બે ને ઇજા

સુઇગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના ઝઘડાનું મનદુખ રાખી હુમલો, ચાર વિરુદ્ધ ફરિયાદ

સુઇગામ તાલુકાના માધપુરા ગામમાં સગા ભાઈઓએ બીજા ભાઈ અને પરિવાર પર ઘાતક હથિયારોથી હુમલો કરતાં એક મહિલા અને એક પુરુષને ગંભીર ઇજાઓ થતાં સુઇગામ પોલીસ સ્ટેશને ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

માધપુરા ગામના વેરસીભાઈ ધરમસીભાઈ ઠાકોર તેમના પુત્ર જનકભાઈ તેમજ પુત્રવધુ ચંપાબેન સાથે ખેતરેથી ઘરે આવતાં હતાં. દરમિયાન ગામના પાટિયા પાસે આવતાં વેરસીભાઈના નાના ભાઈઓ નગાભાઈ, શિવાભાઈ અને રમેશભાઈ તેમજ ભત્રીજા કમલેશભાઈ શિવાભાઈ ઠાકોર ઉભા હતા. તેઓએ વેરસીભાઈને કહેલ કે તારો પુત્ર જનક કેમ કમલેશથી તકરાર કરે છે, તો તેમણે કહ્યું કે કમલેશ દારૂ પી જનકને હેરાન કરે છે તેને સમજાવો એમ કહેતાં ઉશ્કેરાયેલા વેરશીભાઈના ત્રણેય નાનાભાઈઓ અને ભત્રીજો કમલેશ ધારીયા લાકડી અને ગિલોલ લઈ વેરસીભાઈ ઉપર તૂટી પડતા તેમને માથાના ભાગમાં અને કપાળ પર ધારીયું તેમજ ગિલોલની ગોળીનો ઘા વાગેલ ઉપરાંત જનકભાઈની પત્ની ચંપાબેનને પણ ધારીયું અને લાકડી મારતાં ઘાયલ થયા હતા. અવાજ સાંભળી આજુબાજુથી દોડી આવેલા લોકોએ વચ્ચે પડી છોડાવ્યા હતા. બાદ ઇજાગ્રસ્તોને સુઇગામ રેફરલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે અંગે વેરસીભાઈએ તેમના 3 નાના ભાઈઓ અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...