આવેદન:સુઇગામમાં આઇસીડીએસ, સીડીપીઓની બદલી રોકવા કાર્યકરોની પ્રાંતને રજૂઆત

સુઇગામ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
બદલીને લઈ ઉચોસણ સેજાના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તતાં મંગળવારે પ્રાંતને આવેદન બદલી રોકવા માંગ કરાઇ હતી. - Divya Bhaskar
બદલીને લઈ ઉચોસણ સેજાના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તતાં મંગળવારે પ્રાંતને આવેદન બદલી રોકવા માંગ કરાઇ હતી.
  • બદલી નહીં રોકાય તો પાલનપુર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે

સુઇગામમાં આઇસીડીએસ, સીડીપીઓ બદલી થતાં ઉચોસણ સેજાના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તતાં મંગળવારે પ્રાંતને આવેદનપત્ર બદલી રોકવા માંગ કરાઇ હતી. અને જો બદલી નહીં રોકાય તો પાલનપુર પીઓને અથવા DDO ને રજૂઆત કરાશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

સુઇગામ તાલુકામાં ફરજ બજાવતા સુપરવાઈઝર હંસાબેન પંડ્યાની બદલી થતા આઇસીડી ઘટક સુઇગામના ઉચોસણ સેજાની બહેનો દ્વારા મંગળવારે પ્રાંત કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતુ કે, હંસાબેન પંડ્યા સુઇગામમાં આઇ.સી.ડી.એસ.માં સી.ડી.પી.ઓ.નો ચાર્જ પણ સંભાળે છે. જેમની બીજા તાલુકામાં બદલી કરવામાં આવી છે. જે રોકવામાં નહી આવે તો જિલ્લામાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...