તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાભર હનીટ્રેપ:આરોપી મહિલાએ કહ્યું, ‘હું ત્રણ વર્ષથી ભાભર APMCના પૂર્વ ચેરમેન સાથે રિલેશનશિપમાં હતી’, કોર્ટે જામીન મંજૂર કર્યા

સુઇગામ-ભાભર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પૂર્વ ચેરમેન લાલજીભાઈ ચૌધરીને મહિલાએ ફસાવી રૂ. 31.34 લાખ પડાવી લેતાં ફરિયાદ નોંધાવી હતી
  • અટકાયત કરાયેલી ગોધરાની મહિલાના રિમાન્ડ પૂરા થતાં સુઇગામ કોર્ટે જામીન મંજૂર કર્યા

ભાભર તાલુકાના જાસનવાડાના વતની અને ભાભર APMCના પૂર્વ ચેરમેન લાલજીભાઈ ચૌધરીને ગોધરાની એક યુવતીએ હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 31.34 લાખ પડાવી લીધા હોવાની ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે મહિલાને ઝડપી લઈ ભાભર કોર્ટમાં રજૂ કરૈતાં કોર્ટે 3 દિવસના જામીન મંજૂર કર્યા હતા. 3 દિવસ પૂરા થતાં સોમવારે ભાભર કોર્ટમાં રજૂ કરવા ગયેલા, પરંતુ કોર્ટમાં રજા હોઈ સુઇગામ કોર્ટમાં મહિલાને રજૂ કરી હતી, જ્યાં તેમણે જામીન અરજી આપતાં સુઇગામ કોર્ટે મહિલાના જામીન મંજૂર કર્યા હતા.

દરમિયાન આ મહિલાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હું ત્રણ વર્ષથી ભાભર APMCના પૂર્વ ચેરમેન સાથે લીવ-ઇન-રિલેશનશિપમાં હતી. ભાભર તાલુકાના જાસનવાડાના વતની અને ભાભર APMCના પૂર્વ ચેરમેન લાલજીભાઈ હમીરભાઈ ચૌધરી સાથે મૂળ ગોધરાની અને હાલ મેમનગર અમદાવાદ ખાતે રહેતી ક્રિષ્નાબેન હર્ષદભાઈ માંડવિયાએ સારા સંબંધો કેળવી તેમની પાસેથી દુકાન, મકાન, ફ્લેટ અને રોકડ રકમ સહિત રૂપિયા 31.34 લાખ પડાવી લીધા હતા અને વારંવાર પૈસાની માગણી કરતાં ધમકી આપતાં કંટાળેલા લાલજીભાઈએ મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતાં પોલીસે મહિલાની અટકાયત કરી ભાભર કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. એ અવધિ પૂરી થતાં સોમવારે પોલીસે સુઇગામ કોર્ટમાં મહિલાને રજૂ કરતાં જ્યાં ક્રિષ્નાબેન માંડવિયાએ જામીન અરજી આપતાં સુઇગામ કોર્ટે તેમની જમીન અરજી ગ્રાહ્ય રાખી તેમને જામીન મુક્ત કર્યાં છે.

પ્રેમસંબંધ કેળવી મંદિરમાં હારતોરા કર્યા: મહિલાનો આક્ષેપ
લાલજીભાઈ ચૌધરીએ મારી સાથે પ્રેમસંબંધ કેળવી મંદિરમાં હારતોરા કર્યા હતા, તેનો સાક્ષી તેમનો ડ્રાઇવર રમેશ છે અને મારાં ત્રણ સંતાનોની જવાબદારી લઈ મારા પતિ સાથે ડિવોર્સ કરાવ્યા હતા. ત્રણ વર્ષથી હું તેમની સાથે લિવ-ઇન-રિલેશનશિપમાં હતી. આજે એ ફરી ગયા છે, મને અમદાવાદમાં મકાન ભાડે લઈ આપી રહેતા હતા, તેમણે મારા પર જે 34 લાખનો આરોપ મૂક્યો છે એ અમદાવાદમાં ઇન્વેસ્ટ કર્યા છે એ પોલીસ તપાસમાં બધું વેરિફાય થયું છે. મને ભાભર મળવા બોલાવી પોલીસ પાસે ખોટો કેસ કરી મને ફસાવી દીધી છે. તેમના તમામ આરોપ જુઠ્ઠા છે.’ : ક્રિષ્નાબેન

બદનામ કરવાનું કાવતરું છે
ક્રિષ્નાબેને મારા પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે. મેં કોઇ લગ્ન કર્યા નથી. મને રાજકીય ક્ષેત્રે બદનામ કરવા માટેનું કાવતરું છે, જેમાં રાજકીય આગેવાનો અને અસામાજિક તત્ત્વો ભેગાં મળી મને બદનામ કરવા આ કરી રહ્યા છે’: લાલજીભાઈ હમીરભાઈ ચૌધરી.

અન્ય સમાચારો પણ છે...