ચકચાર:ધરેચાણા પે.કેન્દ્ર શાળાના પૂર્વ આચાર્યએ 22.36 લાખની ઉચાપત કરતાં ચકચાર

સુઈગામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉચાપત કરીને આચાર્ય રજા પર ઉતરી ગયા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી

સુઈગામ તાલુકાના ધરેચાણાની પ્રાથમિક શાળાના આચાર્યે વર્ષ 2018માં ફરજ બજાવી હતી અને વર્ષ 2021માં અન્ય આચાર્યને ચાર્જ આપતા રેકર્ડ માંગતા રેકેર્ડ અધૂરું હોઇ અને લાખો રૂપિયાની ઉચાપત કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણા ધિકારીએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ધરેચાણા પે.સેન્ટર શાળામાં આચાર્ય તરીકે સેવંતીલાલ સગરામભાઈ માવરિયાએ વર્ષ 2018થી 2021 સુધી ફરજ બજાવતા હતા,જેઓએ 2021માં આચાર્ય તરીકેનો ચાર્જ રમેશભાઈ પ્રજાપતિને સુપરત કરતા રમેશભાઈએ ચાર્જ લેતાં પહેલા રેકર્ડની માગણી કરી હતી,જેમાં તેમને અધૂરું રેકર્ડ આપતાં તેમણે સુઇગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અમૃતભાઈ રબારીને આ અંગે જાણ કરતાં આ અંગે અમૃતભાઈ રબારીએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને જાણ કરેલ જે અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમ બનાવી આ અંગેની તપાસ સોંપતા તપાસ ટીમે ધરેચાણા પે.સેન્ટર શાળામાં તત્કાલીન આચાર્ય સેવંતીલાલ માવરિયાએ તેમની ફરજ દરમ્યાન વર્ષ 2018 થી 2021 સુધી શિષ્યવૃતિ શાળામાં આવતી વિવિધ સુવિધાઓ અને ભૌતિક સગવડોની ગ્રાન્ટ મળી કુલ રૂ.22,36,400 ની ઉચાપત કર્યાની વિગતો બહાર આવતા સેવંતીલાલ માવરિયા વિરુદ્ધ સુઇગામ TPEO અમૃતભાઈ રબારીએ પો.સ્ટેશને ઉચાપત અંગેનો ગુનો નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કૌભાંડી આચાર્ય સેવન્તિલાલ માવરિયા રજા મૂકી ભૂગર્ભમાં જતો રહેલ હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...