તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:માડકા બ્રાન્ચ કેનાલમાં પથ્થરોની આડશ તોડવા ખેડૂતોની દોરડા બાંધી મથામણ

સુઈગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોએ દોરડા બાંધી આડશ તોડવાની મથામણ કરી હતી. - Divya Bhaskar
ખેડૂતોએ દોરડા બાંધી આડશ તોડવાની મથામણ કરી હતી.
  • આડશ હટાવવા નર્મદાના અધિકારીઓને લેખિત રજૂઆત

માડકા બ્રાન્ચ કેનાલમાં સાંકળ 1590 આસપાસ પથ્થરો નાખી આડશ ઉભી કરાતાં છેવાડાના બેણપ,સુઇગામ, તેમજ ભરડવાના ખેડૂતોને પૂરતું પાણી નહિ મળતું હોઈ પથ્થરોની આડશ હટાવવા નર્મદાના અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ છે.જ્યાં મંગળવારે ખેડૂતોએ દોરડા બાંધી આડશ તોડવાની મથામણ કરી હતી.

વરસાદ ખેંચાતા સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે,પરંતુ કેટલાક વ્યક્તિઓ દ્વારા માડકા બ્રાન્ચ કેનાલમાં સાંકળ 1590 આજુબાજુ પથ્થરોની દીવાલ બનાવી આડશ ઉભી કરવામાં આવતાં છેવાડાના બેણપ,સુઇગામ તેમજ ભરડવા વિગેરે ગામો સુધી કેનાલનું પૂરતું પાણી મળતું ન હોઈ ખેડૂતોએ સાંકળ 1590 પર કરવામાં આવેલ પથ્થરોની આડશ હટાવવા જવાબદાર નર્મદાના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજુઆત કરી છે,જેમાં જણાવ્યું છે કે આડશ હટાવવા ખેડૂતોમાં આંતરિક ઘર્ષણ થાય છે.ત્યારે તાકીદે પથ્થરોની આડશ હટાવવામાં આવે અને આ અંગે કોઈ કાર્યવાહી નહિ થાય અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે કોઈ આંતરિક ઘર્ષણ થશે તો નર્મદા નિગમની જવાબદારી રહેશે.

નોંધનીય છે કે માડકા બ્રાન્ચ કેનાલમાં સાંકળ 1590 ની બાજુમાં સળંગ 5 ફૂટની પથ્થરની આડશ હોઈ ખેડૂતોએ જીવ ના જોખમે ભરપૂર વહેતી કેનાલના બન્ને છેડેથી દોરડા બાંધી આડશ તોડવાની મથામણ કરી હતી.પણ કેનાલમાં પાણી વધુ હોઈ સંપૂર્ણ આડશ દૂર થઈ શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...