તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરહદી સુઇગામ તાલુકાના છેવાડાના પાડણ ગામના ખેડૂતોએ નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆતો છતાં કેનાલમાં પાણી નહિ મળતાં આખરે સરપંચની આગેવાનીમાં આત્મવિલોપનની ચીમકી આપી તંત્રને બે દિવસની મહેતલ આપી છે. સરહદના છેવાડાના ગામોમાં કેનાલોમાં પાણી ચાલુ કરાયાના એક માસ છતાં પાણી નહિ મળતાં શિયાળુ પિયત માટે પાણીની રાહ જોતા ખેડૂતોની ધીરજ ખૂટી જતાં આવેદનપત્રો, કેનાલોમાં હોળી સળગાવવી, ઢોલ વગાડી બહેરા તંત્રને જગાડવા જેવા વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. છતાં ભ્રષ્ટ નર્મદા નિગમના અધિકારીઓ ઊંઘમાંથી જાગતા નથી. ત્યારે છેવાડાના પાડણ ગામના ખેડૂતો હવે લડાયક મૂડમાં આવી ગયા છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, નર્મદાના ડે.ઈજનેર આર.એસ.પટેલને વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલોમાં છેવાડા સુધી પાણી પહોંચતું નથી.
ઉલટાનું તેઓએ જ્યાં જાવું હોય ત્યાં જાઓ એવો ઉડાઉ જવાબ આપ્યો હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. ચોમાસુ સીઝનમાં વધુ વરસાદને કારણે ચોમાસુ ખેતી નિષ્ફળ નિવડેલ છે. ત્યારે શિયાળુ પિયતની આશાએ ખેડૂતોએ જમીનો ખેડી વાવેતર પણ કરી દીધું છે. ત્યારે અકળાયેલા ખેડૂતોએ કેનાલોમાં પાણી છોડવા તંત્રને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે અને જો કોઈ કાર્યવાહી નહિ થાય તો સરપંચની આગેવાની હેઠળ આત્મવિલોપનની ચીમકી આપતાં હડકંપ મચી ગયો છે.
આ અંગે પાડણ સરપંચ ભરતસિંહ ગોહિલે નર્મદાના ડે.ઇ. આર.એસ.પટેલ વિરુદ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વારંવાર રજુઆત કરવા છતાં પાડણ કેનાલમાં છેવાડા સુધી પાણી મળતું નથી અને અધિકારી એમ કહે છે, તમારે જે કરવું હોય તે કરો, આથી અમો કંટાળી જો બે દિવસમાં કેનાલમાં પાણી નહિ મળે તો તેમની ઓફિસમાં આત્મવિલોપન કરીશું.’
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.