અટકાયત:નડાબેટ ટુરિઝમની ખાનગી સિક્યુરિટીમાં બનાવટી રાજ્યસેવકના આઈકાર્ડ સાથે બનાવટી ગાર્ડ ઝબ્બે

સુઈગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી મેળવવા BSFના સક્ષમ અધિકારીની સહી-સિક્કાવાળો ખોટો ગવર્મેન્ટ ઇન્ડિયાનો એ.સી.ઇ જોઈન્ટ લેટર બનાવી રજૂ કર્યો હતો, 2 શખ્સોની અટકાયત

સુઇગામના નડાબેટ ટુરિઝમ ખાનગી સિક્યુરિટીમાં રાજ્ય સેવકનું નકલી આઈકાર્ડ બનાવી નોકરી કરતા શખ્સ સહિત બે શખ્સોને ઝડપી લેવાયા હતા. નોકરી મેળવવા માંગતા શખ્સે બીએસએફના સક્ષમ અધિકારીની સહી-સિક્કાવાળો ખોટો ગવર્મેન્ટ ઇન્ડિયાનો એ.સી.ઇ જોઈન્ટ લેટર બનાવરાવી રજૂ કર્યો હતો.

દિયોદર તાલુકાના વાતમ નવા ગામના કૃપાલસિંહ બાબુસિંહ વાઘેલાને નકલી આઇ કાર્ડ સાથે સિક્યુરિટી તરીકે ફરજ બજાવતી વખતે ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પોલીસે તપાસ હાથ ધરતા આ શખ્સે નોકરી મેળવવા માટે દિયોદર તાલુકાના ધ્રાંડવના ભરતપુરી લાલપુરી ગૌસ્વામી સાથે મળી અર્ધલશ્કરી દળ રાજ્ય સેવકનું ડુપ્લીકેટ ઓળખકાર્ડ બનાવ્યું હતું. તેમજ આ નોકરી મેળવવા માટે તેણે બીએસએફનાના સક્ષમ અધિકારીની સહી-સિક્કાવાળો ખોટો ગવર્મેન્ટ ઇન્ડિયાનો એ.સી.ઇ જોઈન્ટ લેટર પણ કર્યો હોવાનું બહાર આવ્યું છે. સુઈગામ પીએસઆઇ કિરણ સુથારે બન્ને શખ્સોની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુગલ એપનો ઉપયોગ કરી બનાવટી આઇકાર્ડ બનાવ્યું
કૃપાલસિંહ બાબુસિંહ વાઘેલા નડાબેટ ખાતે ફરજ બજાવતો હતો. જોકેે, સાથી સિક્યુરિટીને શંકા જતાં તેણે બીએસએફના અધિકારીઓને જાણ કરતાં ડમી ઓળખકાર્ડ હોવાનું આવ્યું હતું. ગુગલ એપ પરથી ભળતું ઓળખકાર્ડ ડાઉનલોડ કરીને નકલી ઓળખકાર્ડ બનાવ્યુ હોવાનું સામે સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...