ફરિયાદ:ધનાણાંમાં ભેંસો તગેડી મુકવા મુદ્દે ઠપકો આપતાં યુવાન પર ધારીયા વડે હુમલો

સુઇગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાબી આંખની નીચે ઇજા થતાં સુઇગામ પોલીસ સ્ટેશને ફરિયાદ

સુઇગામ તાલુકાના ધનાણાં ગામના એક યુવાનની ગાયો ભેંસો સ્મશાનમાંથી ગામના જ એક શખ્સે મારી તગેડી મુકતા ઠપકો આપવા જતાં શુક્રવારે વહેલી સવારે યુવાન પર ધારીયા વડે જીવલેણ હુમલો કરતાં ડાબી આંખની નીચે ગાલ પર ધારીયાનો ઘા વાગતાં લોહી લુહાણ થતા સુઇગામ રેફરલમાં સારવાર કરાવી હતી. આ અંગે ગામના જ શખ્સ સામે સુઇગામ પોલીસમાં ગુનો નોંધાયો છે.

ધનાણાં ગામમાં ખુલ્લી જગ્યામાં દરબાર સમાજના સ્મશાનની જગ્યામાં પશુઓ ચરે છે. જ્યાં ગામના ઉત્તમસિંગ અનૌપસિંગ દરબાર (ઉં.વ.27) ની છ ગાયો અને એક ભેંસ છુટ્ટી ચરવા જાય છે. ગુરુવારે ગાયો તેમજ ભેંસને ઇરાદાપૂર્વક ગામના હકમસિંગ ધીરુભા દરબારે સ્મશાનમાંથી મારીને કાઢી મૂકી હતી. જે બાબતે શુક્રવારે સવારે ગામની કોટડી આગળ ઉભેલા હકમસિંગને ઠપકો આપતાં ઉશ્કેરાઈ જઈ ઉત્તમસિંગ ઉપર ધારીયાનો ઘા કર્યો હતો તે સમયે તેમણે આડો હાથ કરતાં ડાબી આંખની નીચે ધારીયું વાગી ગયું હતું. અચાનક હુમલો કરાતા ગભરાઈ ગયેલ ઉત્તમસિંગ વધુ મારથી બચવા ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે લોહી લુહાણ ઉત્તમસિંગને સુઇગામ રેફરલમાં સારવાર કરાવી હતી. બાદમાં ગામના સરપંચ અમરતભાઇ નાઈને આ અંગે જાણ કરતાં સુઇગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...