ફરજ:સુઇગામના લીંબુણી ગામના ખાખી વરદી ધારી બાપ-દીકરી અને કૌટુંબિક ભાઈઓ બન્યા કોરોના વોરિયર્સ

સુઇગામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે માસથી સતત પરિવારથી દૂર રહી ફરજ અદા કરી રહ્યા છે

સુઇગામ તાલુકાના લીંબુણી ગામના વતની અને દલિત પરિવારના એક જ કુટુંબના 3કૌટુંબિક ભાઈઓ અને એક મહિલા સહિત ચાર જણ કોરોના મહામારીમાં ખાખી વરદીની આમન્યા જાળવી છેલ્લા બે માસથી સતત પરિવારથી દૂર રહી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. સુઇગામ તાલુકાના લીંબુણી ગામના વતની સોમાભાઈ કસલાભાઈ સોલંકી બોર્ડરવિંગમાં ફરજ બજાવે છે. જેઓ હાલ રાજકોટ ખાતે કોરોનાને લઇ બંદોબસ્તમાં ફરજ પર છે, તો પોતાની પુત્રી હેતલબેન સોમાભાઈ સોલંકી પાલનપુર ખાતે પોલીસમાં ફરજ બજાવી રહી છે. ઈશ્વરભાઈ કસલાભાઈ સોલંકી એસ.આર.પી.માં અમદાવાદ ખાતે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે  નરસેંગભાઈ ખેંગારભાઈ સોલંકી બોર્ડર વિંગમાં ફરજ બજાવી રહ્યા છે અને વડોદરા ખાતે ફરજ પર છે. કોરોનાની મહામારીને લીધે 3 લોકડાઉનમાં લોકો પોતપોતાના ઘરોમાં પુરાઇ રહ્યા હતા.ત્યારે આરોગ્ય ભાગ, પોલીસ, મીડિયા અને સરકારી વહીવટી તંત્ર પોતાની માનવીય ફરજ બજાવી રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...