તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બનાસકાંઠા,પાટણ,મહેસાણા,ગાંધીનગર જિલ્લાના 12 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો

સુઇગામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના ગુનામાં અંબાજીની નટ ગેંગનો આરોપી ઝબ્બે,અન્ય સાતની સંડોવણી
  • સુઇગામના રાજેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી તોડફોડ કરનારો શખ્સ ઝડપાયો

સુઇગામના રાજેશ્વર મહાદેવના મંદિરે બે માસ અગાઉ શિવલિંગની તોડફોડ અને ચોરી કરી કેટલાક શખસો ફરાર થઇ ગયા હતા.જેને લઇ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા ટીમો કામે લગાડતાં એલસીબી પોલીસે અંબાજીની નટ ગેંગનો આરોપીને ઝડપી લીધો હતો. જેની સાથે અન્ય સાત શખસોની સંડોવણી પણ ખુલતાં પોલીસે તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.આરોપીની પૂછપરછ કરતાં તેણે અંબાજી નટ ગેંગના માણસોએ મળી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જીલ્લાના મંદિરોમાંથી 12 જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી.

સુઇગામ ખાતે આવેલ પૌરાણિક શ્રી રાજેશ્વર મહાદેવના મંદિરમાં 11 જુલાઈએ રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખસોએ મંદિરના શિવલિંગને તોડફોડ કરતાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેને લઈ જિલ્લા પોલીસવડા તરુંણકુમાર દુગ્ગલ દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મંદિર ચોરીના આરોપીને શોધવા અલગ અલગ ટીમો બનાવવાની સૂચન કરતા ટીમોના ઇન્ચાર્જ એલ.સી.બી પીઆઈ એચ.પી.પરમારને બાતમી મળી કે બનાસકાંઠા તેમજ આજુબાજુના જિલ્લાઓમાં મંદિર ચોરીના ગુન્હાઓમાં અંબાજીની નટ ગેંગ સંડોવાયેલ છે.

ટીમ ઇન્ચાર્જને મળેલ બાતમીના આધારે અંબાજી પી.આઈ. જે.બી.આચાર્ય તેમજ તેમની ટીમ દ્વારા આરોપી મણકાભાઇ પુનાભાઈ સોલંકી (અનુ.જાતિ) (રહે.જબેરા,તા.દાંતા)ને પકડી પાલનપુર L.C.B. કચેરીએ લાવી પૂછપરછ કરતાં તેઓએ અને તેની સાથેના અન્ય 7 લોકોએ ભેગા મળી રાજેશ્વર મહાદેવ સુઇગામના મંદિરમાં ચોરી તેમજ તોડફોડ કરી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતાં તે તથા તેની સાથેના અંબાજી નટ ગેંગના માણસોએ મળી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર જીલ્લાના મંદિરોમાંથી 12 જેટલી ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી. હાલે આરોપીને સુઇગામ પોલીસ સ્ટેશને વધુ તપાસ માટે સોંપાયો છે.

ગામથી દૂર આવેલ મંદિરને ટાર્ગેટ
નટ ગેંગના મુખ્ય સૂત્રધાર ભોપાલ ઉર્ફે ગોપાલ નટ તથા તેની જાતિના અન્ય માણસો અલગ અલગ જગ્યાઓમાં દર્શન કરવા જતાં અને ગામથી દૂર અને એકાંત જગ્યાએ આવેલ મંદિરોને ખાસ ટાર્ગેટ કરતા અને ભીડભાડ વાળી જગ્યાએ આવેલ મંદિરો જેમાંથી વધુ રોકડ તેમજ મુદ્દામાલ મળે તેવા મંદિરોમાં દિવસે કરેલ રેકી બાદ ચોરીઓ કરતા હતા. આ ચોરીઓ કરવા માટે ઇકો ગાડીનો ઉપયોગ કરતા જેથી ઝડપી ટાર્ગેટ કરેલી જગ્યા પર ચોરીઓ કરી ઇકો ગાડીમાં ઝડપી પોતાના વિસ્તારમાં પરત જતા રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...