રોષ:સોનેથમાં 3 દિવસથી નર્મદાનું પાણી બંધ થતાં રોષ

સૂઇગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કટાવથી અપાતું પાણી પણ એક વર્ષથી બંધ છે, અવાવરૂ સંપમાંથી પાણી ભરવા મહિલાઓ મજબૂર

વાવ તાલુકાના સોનેથ ગામે આપવામાં આવતો નર્મદાનો પાણી પુરવઠો ત્રણ દિવસથી બંધ કરવામાં આવતાં ગ્રામજનો પાણી માટે વલખી રહ્યા છે. બીજી તરફ અગાઉ કટાવ ગામથી અપાતું પાણી પણ એક વર્ષથી બંધ હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. સુઇગામ તાલુકાના સોનેથ ગામમાં નર્મદા કેનાલ દ્વારા પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. જે છેલ્લા ત્રણ દિવસથી બંધ હોવાથી મહિલાઓ, શાળાના બાળકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. ગામમાં પાણી ન આવવાથી ગામની મહિલાઓ વરસોથી અવાવરૂ પડેલ સંપમાંથી પાણી ભરવા મજબૂર બની છે.

આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘કોઇ દિવસ સાફ સફાઇ ન કરેલ સંપમાંથી પાણી વાપરતા મેલેરિયા જેવા ભયંકર પાણી જન્ય રોગો ફાટી નીકળવાની દહેશત છે. આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય કાર્યવાહી કરાવી નર્મદા કેનાલમાં પાણી છોડાવે અથવા એક વર્ષ અગાઉ બંધ કરાયેલું કટાવથી પાણી ચાલુ કરાવે તેમજ ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી છે.’

અન્ય સમાચારો પણ છે...