રક્ષણ આપવા રજૂઆત:ભરડવા ગામે મહિલા સરપંચ ઉમેદવારને અસામાજિક તત્વો હેરાન કરતાના આક્ષેપો

પાલનપુર,સુઇગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર, એસપીને આવેદન આપી પોલીસ રક્ષણ આપવા રજૂઆત

સુઈગામ તાલુકામાં ચૂંટણીમાં ગામની એક મહિલાએ સરપંચની ઉમેદવારી નોંધાવતા કેટલાક અસામાજિક તત્વો હેરાન કરવાના આક્ષેપ સાથે શુક્રવારે કલેકટર-એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. તાજેતરમાં જાહેર કરાયેલી ચૂંટણીમાં મહિલાઓએ પણ સરપંચની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે સુઈગામ તાલુકાના ભરડવા ગામની ક્રિષ્નાબેન રામસંગભાઈ રાજપુતએ પણ સરપંચની ઉમેદવારી નોંધાવી છે.

ત્યારે ક્રિષ્નાબેને આક્ષેપ કર્યા હતા કે અમારું ગામ અતિસંવેદનશીલ ગણાય છે અને સામેવાળા હરીફ પક્ષના ઉમેદવાર દ્વારા અમદાવાદથી અસામાજિક તત્વો ભાડે લઈને મારી રેકી કરી પીછો કરે છે ત્યારે ઘરે આવીને પિતાજીને વાત કરતાં સુઈગામ પીએસઆઈને જાણ કરવા કોલ કરતા ચાર સેકન્ડ ફોન ચાલુ રાખી કટ કરતા 8 ડિસેમ્બરના રોજ લેખિત જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા મને તેમજ મારા પરિવારને જાનહાનિ ન થાય તે માટે તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન આપી ગામમાં સુલેહશાંતિ જળવાયેલી રહે તે માટે શુક્રવારે પરિવાર અને ગામ લોકો સાથે મળી કલેક્ટર અને એસપીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...