અકસ્માત:મોરવાડા પાસે ટાયર જામ થતાં છકડો પલટતાં યુવાનનું મોત,7 જણા ઘાયલ

સુઇગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરવાડાના મજૂરો સુઇગામ વિસ્તારમાં જુવાર વાઢવા મજૂરી અર્થે જતાં હતા

સુઇગામના મોરવાડા ગામ નજીક છકડાનું ટાયર જામ થતાં છકડો પલટતાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.7ને ઇજાઓ થઈ હતી. મોરવાડા ગામથી સુઇગામ વિસ્તારમાં જુવાર વાઢવાની મજૂરી અર્થે ગામના રમેશભાઇ લવાભાઈ રાવળના છકડામાં બેસી શનિવારે સવારે જતા હતા. મોરવાડાથી 1 કી.મી. આગળ છકડાનું ટાયર જામ થતાં છકડો રોડ સાઈડની ચોકડીઓમાં પલટતાં સવજીભાઈ રાણાજી ઠાકોર (ઉં.વ.18)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

જ્યારે છકડામાં સવાર રાણાભાઈ પ્રભુજી ઠાકોર,સતિષભાઈ રાણાભાઈ ઠાકોર, બળવંતભાઈ વેરસીજી ઠાકોર, વિનોદભાઈ બળવંતજી ઠાકોર,દિનેશભાઇ ભેમાભાઇ પારેગી, મુકેશભાઈ ભેમાભાઇ પારેગી,રમેશભાઈ લવાભાઈ રાવળને નાની મોટી ઇજાઓ થતાં 108 મારફતે સુઇગામ સીએચસીમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે છકડો ચાલક રમેશભાઇ લવાભાઈ રાવળ વિરુદ્ધ સુઇગામ પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...