કામગીરી:મોરવાડામાં દુકાનમાં નોકરી કરતાં યુવાને પૈસા ભરેલું પર્સ મૂળ માલિકને પરત કર્યું

સુઇગામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસોયાનું રૂ.6500 ભરેલું પાકીટ ડાલામાં પડી ગયું હતું

સુઇગામ તાલુકાના મોરવાડા ગામના વતની અને ચાર રસ્તા પર અર્જુનજી બારોટની કરિયાણાની દુકાનમાં સામાન્ય પગારમાં નોકરી કરતાં ભરતભાઇ જેઠાભાઇ નાઈ ગુરુવારે ભાભરથી બાજરી ભરી આવેલ જીપડાલામાંથી બાજરી ઉતારતા હતા. ત્યારે ડાલામાંથી પૈસા ભરેલ પાકીટ મળતાં તેમણે બાજુની એગ્રોની દુકાનના મેઘરાજભાઈ ચૌધરીને આપ્યું હતું.

દરમિયાન ગુરુવારે સાંજે વેરાઈ માતાજીના પૂજારી મહેશભાઈ વ્યાસે મંદિરે રસોયા તરીકે કામ કરતાં વાવના ભાચલી ગામના ત્રિભુવનભાઈ ભલાભાઈ બ્રાહ્મણનું પાકીટ પડી ગયાનું અને કોઈને મળે તો આપવા ભલામણ કરતાં મેઘરાજભાઈએ કહ્યું કે પાકીટ મળ્યું છે. શુક્રવારે સવારે ત્રિભુવનભાઈને દુકાન પર બોલાવી તેમની હાજરીમાં પૈસા સાથેનું ભરતભાઇ નાઈએ પરત કર્યું હતું અને ત્રિભુવનભાઈ ભાવવિભોર થઈ રૂ.500 બક્ષિસ આપી આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...