તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:મોરવાડામાં ઝૂંપડામાં આગ લાગી

સુઇગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુઇગામ તાલુકાના મોરવાડા ગામની સીમમાં લોખંડના પતરાં નાખી ઝૂંપડું બનાવી ખેતરોમાં વસવાટ કરતા એક શ્રમિકના ઝૂંપડામાં રવિવારે આકસ્મિક આગ લાગતાં ઝૂંપડા સહિત ઘરવખરીનો સામાન આગમાં ભસ્મીભૂત થઇ ગયો હતો. મોરવાડા ગામના ખેડૂત લખમણભાઈ લેંબાભાઈ દેસાઈ નામના ખેડૂત પોતાના ખેતરમાં પતરાં નાખી ઝૂંપડું બનાવી રહેતા હતા. રવિવારે સવારે પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા. તે સમયે ઝૂંપડામાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં આજુબાજુથી લોકો દોડી આવી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલ પરંતુ વિકરાળ આગમાં ઝૂંપડામાં પડેલ બે બોરી ઘઉં, 500 લીટરનો પ્લાસ્ટિકનો કેરબો જેમાં રહેલ અનાજ, કપડાં તેમજ સોનાની બુટ્ટી સહિત ખાટલા, ગોદડાં બધું આગમાં બળી ખાખ થઇ ગયું હતું. જેને લઈ ખેડૂતનો આશરો છીનવાઈ ગયો હતો. જે અંગે ગામના લોકોએ સ્થળ પર જઈ પીડિત પરિવારને હૈયાધારણ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો