તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરેરાટી:સુઈગામના જેલાણામાં ખોરાકી ઝેરની અસરથી 42 ઘેટાં અને 2 ગાયના મોત

સુઈગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુઈગામના જેલાણા ગામે ખોરાકી ઝેરથી 42 ઘેટાં સહિત 2 ગાયોના મોત નિપજ્યા હતા.જેને લઈ ગમગીની છવાઈ હતી. - Divya Bhaskar
સુઈગામના જેલાણા ગામે ખોરાકી ઝેરથી 42 ઘેટાં સહિત 2 ગાયોના મોત નિપજ્યા હતા.જેને લઈ ગમગીની છવાઈ હતી.
  • રાત્રે વાડામાં પુર્યા બાદ સવાર મૃત હાલતમાં જોઈ પશુપાલક ભાંગી પડ્યા

સુઇગામ તાલુકાના જેલાણા ગામમાં ખોરાકી ઝેરની અસરથી વાડામાં પુરાયેલ 42 ઘેટાં અને 2 ગાયોનાં મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી .મોતને ભેટેલ મૂંગા પશુધનને લઈ ગરીબ માલધારી પર આભ ફાટી પડ્યું છે.

જેલાણા ગામના બકાભાઈ કરમસીભાઈ રબારીએ સોમવારની રાત્રીના સમયે વાડામાં પોતાના ઘેટાં બકરાં અને ગાયો પુરેલ હતા જયારે સવારે કરમસીભાઈ રબારી જઈને જોતાં વાડામાં જ્યાં જોઈએ ત્યાં મૃત ઘેટાં પડ્યા હતા આ જોઈ માલધારી બેબાકળો બની ગયો હતો,આ અંગેની જાણ થતાં ગામમાંથી પણ લોકો દોડી આવ્યા હતા,વાડામાં 42 ઘેટાં અને 2 ગાયોના કમકમાટી ભર્યા મોતને લઈ ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવો વજ્રાઘાત થયો હતો.

આ અંગે ગ્રામ પંચાયત દ્વારા પણ જરૂરી પંચનામું કરાયું હતું,ખોરાકી ઝેરની અસરના પરિણામે ઘેટાં અને ગાયો ના મોત થયાં હોવાની શંકા સેવાઇ રહી છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી મૃત ઘેટાં અને ગાયોને JCB થી ખાડો કરી દાટી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...