તપાસ:માતાજીના મંદિરે મિટીંગમાં જવાનું કહી નિકળેલા યુવકનો મૃતદેહ મળ્યો

શિહોરી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંકરેજના રામપુરા (ખીમાણા )ગામની ઘટના
  • ખોડલમાં કપાસના ખેતરમાં મૃતદેહ પડ્યો હતો

કાંકરેજના રામપુરા (ખીમાણા) ગામે શુક્રવારે રાત્રે માતાજીના મંદિરે મિટીંગમાં જવાનું કહી નિકળેલા યુવક બે દિવસથી ગૂમ હતો. ત્યારે રવિવારે સવારે ખોડલા ગામેથી કપાસના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કાંકરેજ તાલુકાના રામપુરા (ખીમાણા) ગામના ઉદાજી બળવંતજી ઠાકોર (ઉં.વ.32) શુક્રવારે રાત્રે મહાકાળી માતાજીના મંદિરમાં મિટીંગ હોઇ ત્યાં જવાનું કહી નિકળ્યા હતા. જો કે, ફરી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ઉદાજીનો મૃતદેહ ગામથી 5 કિલોમીટર દૂર આવેલા ખોડલા ગામે નરસિંહભાઇ ચેહરાભાઇ દેસાઇના કપાસના ખેતરમાંથી મળ્યો હતો. આ અંગેની જાણ થતાં પરિવારજનો ત્યાં દોડી ગયા હતા અને શિહોરી પોલીસને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...