તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બનાસકાંઠા ભૂસ્તર વિભાગે રોયલ્ટી ચોરી કરતાં મશીનો ઝડપી પાડ્યાં

શિહોરી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજના અધિકારીઓ ચાર કલાક બાવળોમાં બેસી રહ્યાં

બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી થતી હોવાની બુમરાણ વચ્ચે બનાસકાંઠા ભૂસ્તર વિભાગના અધિકારીઓએ ગુરુવારે કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે ચાર કલાક સુધી બાવળની ઝાડીઓમાં સંતાઇને બિનઅધિકૃત રેતીની ચોરી કરતા હુન્ડાઇ મશીન સહિત ડમ્પર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીને બાતમી મળેલ કે કાંકરેજના ઉંબરી ગામે બિન અધિકૃત નદીના પટમાં હુન્ડાઈ મશીન દ્વારા રેતી ચોરી કરવામાં આવે છે.

જેથી ગુરુવારે બાતમીના આધારે ખનીજ વિભાગની ટીમ પહોંચી ચાર કલાક સુધી બાવળોની ઝાડીમાં બેસી રહેલ અને જ્યારે હુન્ડાઈ મશીન દ્વારા ડમ્પરમાં રેતી ભરવાનું શરૂ કરતાં જ ખનીજની ટીમ પહોંચી જઇ હુન્ડાઈ મશીન અને જીજે-18-એવી-6239 નંબરના ડમ્પરમાં 24 ટન રેતી ભરેલી હતી. આથી રૂ.55 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી શિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં ડીસા પાસેથી ખનીજ ચોરી કરતા પાંચ ડમ્પર ઝડપી રૂપિયા 12 લાખ ઉપરાંતનો દંડ વસુલ કરતા બનાસકાંઠા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે શબનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યું હતું કે ‘ઉંબરી બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રેતીનું ખોદકામ થઇ રહ્યું છે. જે માહિતી મળતા અમારી ટીમ બાવળોની જાડીમાં સતત ચાર કલાક બેસી રહેલ અને જયારે રેતી ચોરી કરી ડમ્પર ભરી રહ્યા હતા તે સમયે પહોંચી જઇને ડમ્પર અને હુન્ડાઈ મશીન ઝડપી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...