તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં ખુશીની લહેર:કાંકરેજ પંથકમાંથી પસાર થતી બનાસ નદીમાં રવિવારે કેનાલથી પાણી છોડાયું

શિહોરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બનાસનદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી પ્રસરી. - Divya Bhaskar
બનાસનદીમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી પ્રસરી.
  • કંબોઇ, ઉંબરી પાસે બુકોલીસીમમાં સુજલામ્ સુફલામ્ કેનાલ પર સાયફન પર પાણી આવ્યાં
  • કાંકરેજ ધારાસભ્યએ રજૂઆત કરી હતી, વર્ષોથી કોરી ધાકોર નદીમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશીની લહેર

કાંકરેજ પંથકમાંથી પસાર થતી બનાસ નદી વર્ષોથી કોરી ધાકોર હાલતમાં છે. જેમાં પરિસ્થિતિને ધ્યાને લઈએ તો ઉપરવાસ અને બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદને કારણે દાંતીવાડા જળાશય પણ ખાલી છે. અને બનાસનદીમાં પાણી છોડવામાં આવતું નથી. ખેડૂતો સરકાર પાસે માત્ર બનાસ નદીમાં પાણી છોડવાની માંગ ઘણા સમયથી કરી રહ્યા હતા. જેને લઇ રવિવારે બનાસ નદીમાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. કાંકરેજના શિહોરી, કંબોઇ, ઉંબરી, રાનેર, ધનેરા, થરા જેવા વિસ્તારોમાં બોરવેલના તળ 1000 થી 1200 ફૂટ નીચા પહોંચ્યા છે.

જેને લઇ કાંકરેજ ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલાએ સરકાર પાસે માત્ર સુજલામ સુફલામ કેનાલ દ્વારા બુકોલી પાસેના સાયફનથી કાંકરેજ તાલુકાના મતવિસ્તાર ક્ષેત્રના છેવાડાના ગામ સુધી બનાસ નદીનું પાણી પહોંચાડવાની રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ રવિવારે કંબોઇ, ઉંબરી પાસે બુકોલી ગામની સીમમાં સુજલામ્ સુફલામ્ કેનાલ પર સાયફન પર પાણી છોડાયું છે. આમ બનાસ નદીમાં પાણી છોડાતાં ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. જો પાણી સતત ચાલુ રાખવામાં આવે તો છેવાડાના ગામડાઓને રાહત થાય. તેમજ પાણી જામપુર-ખારિયા સુધી જવા દેવામાં આવે તો થરા વિસ્તાર સુધી ભૂગર્ભમાં તળ ઉંચા આવશે.

અન્ય સમાચારો પણ છે...