તસ્કરી:મેલુસણ પાસેના બે પેટ્રોલ પંપમાંથી તસ્કરો રૂ.70 હજાર ચોરી પલાયન

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરો પેટ્રોલ પંપની ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ. - Divya Bhaskar
તસ્કરો પેટ્રોલ પંપની ઓફિસના સીસીટીવી કેમેરામાં કેદ.
  • પેટ્રોલ પંપની ઓફિસના સીસીટીવી કેમેરામાં બે તસ્કરો કેદ થયા

પાટણ શિહોરી હાઈવે રોડ પર મેલુસણ પાસે આવેલ બી.એમ.પેટ્રોલિયમ પંપ અને ધરણીધર પેટ્રોલિયમ પંપની ઓફિસમાંથી મંગળવારે મધ્યરાત્રિએ તસ્કરો નિશાન બનાવી લોકર તોડી બંને ઓફિસમાંથી આશરે રૂ.70,420ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

મંગળવારે મધ્યરાત્રિએ તસ્કરો બી.એમ પેટ્રોલિયમ પંપની ઓફિસમાંથી રૂ.45420ની રોકડ રકમની ચોરી કરી હતી અને સામે આવેલ ધરણીધર પેટ્રોલિયમ પંપની ઓફિસમાંથી રૂ.25000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.બી.એમ. પેટ્રોલિયમ પંપના ઓફિસના દરવાજેથી તસ્કરોએ મોંઢે રૂમાલ અને માથે ટોપી પહેરી અંદર પ્રવેશ કર્યો તેવું સીસીટીવી કેમેરા દેખાય છે.

ધરણીધર પેટ્રોલિયમ પંપની ઓફિસના પાછળના ભાગની બારીમાંથી અંદર પ્રવેશ કરી અંદર ઘુસ્યા હતા. એકથી દોઢ કલાક દરમ્યાન તસ્કરો રૂ.70420ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બંને પંપના માલિકોએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના ફુટેજ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...