કાર્યવાહી:કાંકરેજના દુદાસણથી ખનિજ ચોરી કરતાં છ ડમ્પરો ઝડપાયા

શિહોરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા ખાણ ખનિજ વિભાગે ટીમે મંગળવારે સવારે કાંકરેજના દુદાસણથી ખનિજ ચોરી કરતાં 6 ડમ્પરો ઝડપી પાડ્યા હતા. ડમ્પરોને ઝડપી શિહોરી પોલીસ મથકે લાવી રૂ.15 લાખના દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા જીલ્લાના તમામ વિસ્તારમાં સતત ઓચિંતી તપાસ કરીને ખનિજ ચોરી કરતાં શખસો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

ત્યારે મંગળવારે વહેલી સવારે ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કાંકરેજ તાલુકાના દુદાસણ ગામે બનાસનદીમાં ખાનગી વાહનમાં જઇ રેત ભરીને રોયલ્ટી વિનાના 4 ડમ્પરો જ્યારે રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી રેતી ભરી લઇ જતાં 2 ડમ્પરો મળી કુલ 6 ડમ્પરોને ઝડપી પાડ્યા હતા. તમામ ડમ્પરોને જપ્ત કરીને શિહોરી પોલીસ સ્ટેશને મૂક્યા છે. અંદાજે 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી અને રૂ.15 લાખની દંડ વસુલાતની કાર્યવાહી શરૂ કરી છે.

ઝડપાયેલા ડમ્પરો
1. જીજે-18-બીટી-6478 (15 મે.ટન ઓવરલોડ)
2. જીજે-24-એક્સ-2066 (9 મે.ટન ઓવરલોડ)
3. જીજે-02-ઝેડબ્રેડ-8241 (54 મે.ટન રોયલ્ટી પાસ વગર)
4. જીજે-24-એક્સ-1655 (35 મે.ટન રોયલ્ટી પાસ વગર)
5. જીજે-02-એક્સએક્સ-2935 (36 મે.ટન રોયલ્ટી પાસ વગર)
6. જીજે-24-એક્સ-5554 (35 મે.ટન રોયલ્ટી પાસ વગર)

અન્ય સમાચારો પણ છે...