તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર હેઠળ:શિહોરીની પરિણીતાને પિયરમાં આવવા મનાઇ કરતાં દવા પીધી

શિહોરી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરમાં કરેલ ફરિયાદ પાછી ખેંચી નહીં લે તો જાનથી મારવાની ધમકી આપતાં મહિલાએ ફરિયાદ નોંધાવી,મહિલા સારવાર હેઠળ

શિહોરીની પરિણીતાને તેના પિયરમાં આવેલ જમીન વાવણી કરવા માટે ખેડવા માટે ગઇ તો કાકાનાં દીકરાઓએ ખેતર અમારું છે તું કેમ આવી છે કહી મારી નાખવાની ધમકી આપતાં યુવતીને લાગી આવતા પાકમાં નાખવાની જંતુ નાશક ઝેરી દવા પી લીધી હતી.

કાંકરેજ તાલુકાનાં કાકર ગામની ગાયત્રીબેન જોષીનાં લગ્ન ચાર વર્ષ અગાઉ શિહોરી ગામના ભદ્રેશભાઈ જોષી (રહે.શિહોરી) સાથે થયા હતા. ગાયત્રીબેનની પિયરમાં જમીન આવેલી છે ત્યારે આજથી દસ દિવસ અગાઉ જમીનમાં ચોમાસુ વાવેતર કરવા માટે ખેડ કામ કરાવવા ગયા હતા ત્યારે કાકાનાં દીકરાઓ ખેતરમાં આવી ગાયત્રીબેનને જેમ તેમ બોલવા લાગ્યા હતા અને ધમકી આપી કે આ ખેતર તારું નથી આ ખેતર તો અમારું છે.

તારે ખેતરમાં પગ પણ મુકવો નહીં. તેથી ગાયત્રીબેનએ કહેલ કે ખેતર મારું છે અને હવે ખેતરમાં વાવણી કરવી છે તેથી ખેતર ખેડવા માટે આવી છું. ત્યારે કાકાના દીકરાઓ ઉશ્કેરાઈ ગયા અને તું એ કેમ અમારા વિરુદ્ધ કલેકટર ઓફિસમાં જમીન બાબતની ફરિયાદ કરી છે અને ફરિયાદ પાસી ખેંચી લેજે નહીંતર તને અને તારા પતિને જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી.

ેજેથી ગાયત્રીબેનને લાગી આવતા ગાયત્રીબેનએ ઘરમાં ખેતરમાં પાકને છંટકાવ કરવાની ઝેરી દવા પડેલ હતી તે પી લીધી હતી. જેને તાત્કાલિક 108 દ્વારા શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે દિયોદરમાં આવેલ રિયાબા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગાયત્રીબેન જોષીએ કાકાનાં દીકરાઓ પ્રહલાદભાઈ ગોકળભાઇ જોષી, નારણભાઈ ગોકળભાઇ જોષી, કાન્તાબેન પ્રહલાદભાઈ જોષી અને શારદાબેન નારણભાઈ જોષી સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...