તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કંબોઈ-ઉંબરી વચ્ચે બનાસ નદીમાં આપેલા ડાયવર્ઝન રોડ પર 3 દિવસમાં કપચી ઉખડી

શિહોરીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોડ ઉપરથી કપચી ઉખડી જતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય

કાંકરેજ તાલુકાની બનાસ નદી પર કંબોઈ-ઉંબરી વચ્ચે બ્રિજનું રિપેરીંગ કામ ચાલુ કરવાનું હોવાથી નદી અંદર ડાયવર્ઝન આપી રોડ બનાવ્યો છે.પરંતુ રોડ બનાવ્યાનાે 3 દિવસમાં જ કપચી ઉખડવા લાગી છે.

કંબોઈ-ઉંબરી વચ્ચેનો બનાસ નદી પર વર્ષો જૂનો બ્રિજ છે. આ બ્રિજ પરથી પાટણ-શિહોરી હાઇવે પસાર થાય છે અને આ હાઇવે પર વાહનોનો મોટો ઘસારો રહે છે. ત્યારે બ્રિજમાં ખામી અને જર્જરીત થયો હોવાથી રિપેરીંગ કામ કરવાનું હોવાથી બ્રિજની નીચે બનાસ નદીમાં ડામર રોડ બનાવી ડાયવર્ઝન આપ્યું છે. ત્યારે હજુ આ રોડ બનાવ્યાને 3 દિવસ થયા છે અને રોડ ઉપરથી ડામર અને કપચી ઉખડી જવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

ભારે વાહનો પસાર ન થાય તે માટે કરેલી રેલીંગ પણ તૂટી ગઇ
થોડા દિવસ પહેલા બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય નહીં તે માટે કંબોઈ અને ઉંબરી બંને છેડા પર લોખંડની એંગલોથી રેલીંગ કરી આડસ કરી હતી પણ હલકું કામ કરવાથી બંને સાઇડના પીલ્લરો ઉખડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો