તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:શિહોરીની યુવતીને મહેસાણાના સાસરિયાંએ રૂ.5 લાખ દહેજ માંગી ઘરમાંથી કાઢી મૂકી

શિહોરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીની શિહોરી પોલીસ સ્ટેશનમાં સાસરી પક્ષના 11 લોકો સામે ફરિયાદ

શિહોરીની યુવતીને સાસરીવાળા પિયરમાંથી 5 લાખ રૂપિયા લાવવા માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું ચાલુ કર્યું અને છેલ્લે ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી યુવતીએ શિહોરી પોલીસ સ્ટેશને સાસરીપક્ષના 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. કાંકરેજ તાલુકાના શિહોરી ગામના ચતરસિંહ જેણુભા ડાભીની દીકરી કિરણબા ચતરસિંહ ડાભીના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા મહેસાણા જિલ્લાના છઠીયાડા ગામે વિક્રમસિંહ ભરતસિંહ ઝાલા સાથે થયા હતા.

અને સાસરીમાં આ દંપતીનું જીવન સુખમય ચાલતું હતું. ત્યારે એક દિવસ પતિ વિક્રમસિંહ ઝાલાએ મારો ફોન તુંએ કેમ રિસીવ કર્યો આવું કહી કિરણબાને અપશબ્દો બોલવા લાગ્યા ત્યારે તેમના સસરા, સાસુ, કાકા સસરા, કાકી સાસુ આવી કિરણબા ઉપર શંકા કરી પતિ વિક્રમસિંહને ઉશ્કેરી ચડામણી કરી માર મરાવ્યો અને મ્હેણા ટોણાં મારવા લાગ્યા કે તું તારા પિતાના ઘરેથી કરિયાવર લાવી નથી તો તારે અમારા ઘરે રહેવું હોય તો તું તારા પિતાના ઘરેથી રૂ.5લાખ લઇ આવ.

આમ કિરણબાને દહેજની માંગણી કરી મારમારતા અને મ્હેણાં ટોણાં મારતા માનસિક અને શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારે કિરણબાએ પિતાના ઘરે આવી તમામ હકીકત જણાવી હતી ત્યાર પછી પિયર પક્ષના આગેવાનો છઠીયાડા ગામે જઇ તે સાસરિયાઓને સમજાવ્યા હતા પરંતુ એનકેન પ્રકારે સામા પક્ષ માનવા તૈયાર થયો ન હતો અને દહેજની માંગણી કરતો હતો. ત્યારે ગુરુવારે કિરણબા ચતરસિંહ ડાભીએ શિહોરી પોલીસ સ્ટેશને સાસરી પક્ષના 11 લોકો સામે શારીરિક-માનસિક ત્રાસ આપવાની, દહેજ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે ફરિયાદ નોંધાવી છે.

આમની સામે ફરિયાદ
(1) વિક્રમસિંહ ભરતસિંહ ઝાલા (પતિ)
(2) ભરતસિંહ ધુડસીહ ઝાલા (સસરા)
(3) સુર્યાબા ભરતસિંહ ઝાલા (સાસુ)
(4) ચંપાબા ધુળસિંહ ઝાલા
(5) વિજુભા ભરતસિંહ ઝાલા
(6) કાજલબા કિરણસિંહ ઝાલા
(7) વિજયાબા વિજુભા ઝાલા
(8) રાધાબા સંજયસિંહ ઝાલા
(9) લખુભા ધુડસિંહ ઝાલા
(10) વનરાજસિંહ બનેસિંહ ઝાલા
(11) રામભા ધુડસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...