તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ સર્વાનુમત્તે મંજુર:કાંકરેજ તા.પં.ને સ્ટેમ્પ ડયૂટીની રૂ.45 લાખની આવક થશે

શિહોરીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકા પંચાયતનું રૂ.59.43 લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમત્તે મંજુર કરાયું

કાંકરેજ તાલુકા પંચાયતની ગુરુવારે સાધારણ સભા યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22 નું રૂ.59.43 લાખનું પુરાંતવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પંચાયતને સ્ટેમ્પ ડયૂટીની રૂ.45 લાખની આવક થશે.

કાંકરેજ તાલુકા પંચાયતમાં ગુરુવારે તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમારના અધ્યક્ષસ્થાને સાધારણ સભા યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયત કાંકરેજના વર્ષ 2021-22 નું બજેટ ચૂંટાયેલા સદસ્યોની સહમતીથી સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું. પંચાયતના આ વર્ષે સ્ટેમ્પ ડ્યૂટીમાંથી જ રૂ. 45 લાખની આવક, ગ્રામ પંચાયતો પાસેથી 15 ટકા ટેક્સની રૂ. 7 લાખ આવક તેમજ જમીન મહેસુલ ગ્રાન્ટની રૂ. 2.50 લાખ આવક થશે. આ સાધારણ સભામાં પ્રમુખ કૃષ્ણાબેન ઠાકોર, મુકેશસિંહ વાઘેલા, તાલુકા પંચાયતના તમામ સદસ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો