તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:આંગડિયા પેઢીના સંચાલકોને ઓફિસો પર સીસીટીવી કેમેરા રાખવા સૂચના

શિહોરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિહોરી પોલીસની આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક

આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે બનતી ચોરી અને લૂંટના બનાવોને લઇ શિહોરી પીએસઆઇએ બુધવારે આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક યોજી સાવધાની પૂર્વક કામગીરી કરવા તેમજ ઓફિસો પર સીસીટીવી કેમેરા રાખવા તથા કર્મચારીઓના મોબાઇલ નંબર અને આઇડી પ્રુફની જાણકારી આપી હતી. શિહોરી ખાતે આવેલ ખાનગી આંગડિયા પેઢીના માલિકો સાથે શિહોરી પીએસઆઇ એચ.એલ.જોષીએ બુધવારે ચોરી અને લૂંટના બનાવોને ધ્યાનમાં રાખીને માલિકો સાથે બેઠક યોજીને ચર્ચા કરી હતી.

ત્યારે આંગડિયા પેઢીના કર્મચારીઓ તેમજ માલિકોને સાવધાની પૂર્વક કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી હતી અને ઓફિસો પર સીસીટીવી કેમેરા અને પેઢીના કર્મચારીઓના મોબાઈલ નંબર અને આઇડી પ્રુફ અને વધુ જાણકારી આપી હતી. ત્યારે સમગ્ર ગુજરાતમાં જેમ કે અગાઉ બગોદરાના આંગડિયા પેઢીના મુદ્દામાલની લુંટ ચલાવીને છેક ડીસા તાલુકાના ભોયણ પાટિયા પાસે ટ્રક મૂકીને નાશી છુટેલા લુંટારૂઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડયા હતા.

ત્યારે આવા સંજોગોમાં કોઇ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે બનાવ ન બને એવા ઉમદા હેતુથી શિહોરી આંગડિયા પેઢીના માલિકો સાથે બેઠક યોજાઇ હતી. ત્યારે શિહોરી વેપારી એસોસિએશનના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...