તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:શિહોરીમાં પરિણીતાને પિયરપક્ષના લોકો બળજબરી પૂર્વક ઉપાડી ગયા

શિહોરી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂને અમદાવાદમાં મંદિર ખાતે બંનેએ લગ્ન કર્યા હતા
  • શિહોરી પોલીસ મથકે છ શખસો સામે ફરિયાદ નોંધાઈ

શિહોરીના મુકેશભાઈ ગોરધનભાઈ (કકાણી) મહેશ્વરી (રહે.શિહોરી) એ તેના દીકરાની પત્નીનું બળજબરી પૂર્વક અપહરણ થયું હોવાથી છ શખસો સામે શિહોરી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિહોરીનાં વતની મુકેશભાઈ ગોરધનભાઈ કકાણીનો દીકરો જૈમિન અમદાવાદ ખાતે MSC IT માં આભ્યાસ કરે છે અને તેને આણંદ જિલ્લાનાં બોરસદ તાલુકાના દેદરડા ગામના રવિશંકર હરિરામ મહેશ્વરીની પુત્રી પાયલબેન સાથે આંખ મળી જતા તેઓએ અમદાવાદ ખાતે આવેલ સાયન્સ સીટી પાસે આવેલ ઉમિયા માતાજીનાં મંદિરે 21 જૂનનાં રોજ મેરેજ કરી લીધા હતા. આ દરમિયાન થોડા દિવસ પછી મુકેશભાઇ અને પુત્ર જૈમિન બહાર હતા.

ત્યારે જૈમિનનાં સસરા રવિશંકર અને જીગરભાઈ મહેશ્વરી અને બીજા ચાર શખસો બે ગાડી લઇ છ જણ ઘરમાં ઘૂસી પાયલબેનને બળજબરીથી ગાડીમાં નાખી અપહરણ કરી ગયા હતા. ત્યારે મુકેશભાઇની પુત્રી ઉર્વશી વચ્ચે પડતા તેને પણ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં પડેલ સામાન વેર વિખેર કરીને પાયલબેનને અમારા ઘરના પહેરાવેલ સોના-ચાંદીનાં દાગીના સાથે અપહરણ કરી લઇ ગયા હતા. ત્યારે ઉર્વશીએ ફોન કરી બનાવની હકીકત મુકેશભાઇને જણાવતા તેઓ ઘરે આવી તપાસ કરતા અપહરણકારો જૈમિનની પત્નીનું અપહરણ કરી નાસી છૂટયા હતા. આ બાબતની ફરિયાદ મુકેશભાઈ ગોરધનભાઈ કકાણીએ શિહોરી પોલીસ સ્ટેશને નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...