ફરિયાદ:કાંકરેજના રણાવાડા ગામે પરિણીતા પાસે દહેજ માંગી મારમારી ઘરમાંથી કાઢી મૂકી

શિહોરી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાની પતિ સહિત ચાર શખ્સો સામે શિહોરી પોલીસમાં ફરિયાદ

કાંકરેજ તાલુકાના રણાવાડા (ખા) ગામે પરિણીતા પાસે દહેજની માંગણી કરી માર મારી ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ શિહોરી પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. કાંકરેજના રણાવાડા (ખા) ગામની મહિલા પાર્વતીબેન સુમિતભાઈ પરમાર પોતાના પતિ અને એક પાંચ વર્ષના દીકરા સાથે રણાવાડા (ખા) ખાતે રહે છે. અને સાસુ-સસરા અમદાવાદ રહે છે. ત્યારે આ પાવર્તીબેન મંગળવારે રાત્રીના સમયે જમીન પોતાના દીકરા ધ્રુવ અને પતિ સાથે ઘરમાં સુઈ રહ્યા હતા.

ત્યારે તેનો પતિ સુમિતભાઈ ભેમાભાઈ પરમાર રાત્રે બાર વાગ્યા આજુબાજુ પત્નીને કહેલ કે તું તારા બાપના ઘરેથી દહેજમાં કઈ લાવી નથી તો તું અત્યારે આ ઘરમાંથી નીકળી જા નહીતર તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી માર મારતા મહિલાએ બુમાબુમ કરતા બાબુભાઇ ઓખાભાઇ પરમાર, કાંતિભાઈ ઓખાભાઇ પરમાર અને રમીલાબેન બાબુભાઇ પરમાર દોડી આપી પતિનું ઉપરાણું લઇ ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારે મહિલા રાત્રીના સમયે પોતાના પાંચ વર્ષના પુત્રને લઇ તેના કાકા સગથાભાઈ વાલાભાઇ પરમારના ઘરે ગઈ હતી.

તેના કાકાએ મહિલાના પિયરમાં જાણ કરતા તેના પિતા આવી ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા.શિહોરી પોલીસ મથકે માર મારી, શારીરિક અને માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરનાર મહિલાના પતિ સહીત 4 વ્યક્તિઓ સામે શિહોરી પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...