તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શિહોરીમાં સર્વિસ રોડની સાઈડમાં કચરાના ઢગલા,ગટરોની ગંદકીથી વેપારીઓ ત્રાહિમામ્

શિહોરી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિહોરી વિકાસ વેપારી મહામંડળ દ્વારા ડેપ્યુટી કલેકટર ડીસાને લેખિત જાણ કરાઇ

શિહોરી હાઇવે પરના સર્વિસ રોડની સાઈડમાં કચરાના ઢગલા, ગટરોની ગંદકીથી વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. આ અંગે બુધવારે શિહોરી વિકાસ વેપારી મહામંડળ દ્વારા ડેપ્યુટી કલેકટર ડીસાને લેખિત જાણ કરાઇ છે. શિહોરીથી કંડલા નેશનલ હાઇવે પર શિહોરી, પાટણ, દીયોદર, ડીસાની ચોકડી પડતી હોવાથી આ જગ્યાએ ઓવરબ્રિજ બનાવ્યો છે અને હાઇવે પરના ઓવરબ્રિજની બન્ને સાઇડે સર્વિસ રોડ અને સાઈડમાં ગટર લાઈન નીકાળી છે.પરંતુ આ ગટર લાઈન આ હાઇવે ઓથોરિટીવાળા દ્વારા કોઈ દિવસ સાફસફાઈ કરાતી નથી અને ગટરો કચરાથી ભરાઈ ગઈ છે અને ગંદકી ફેલાઈ છે.

સર્વિસ રોડની બન્ને સાઇડે દુકાનો અને રહેણાંક સોસાયટીમાં ગટરની ગંદકીની દુર્ગંધથી વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. અને દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત છેે. આ ગટર લાઈનની સાફ સફાઈ કરવા અને ગટર પર ઢાંકણા લગાવવા શિહોરી વિકાસ વેપારી મહામંડળે હાઇવે ઓથોરિટીને જાણ કરવા છતાંય કોઈ સફાઈ કરવામાં આવતી નથી. ત્યારે બુધવારે ફરીથી ડેપ્યુટી કલેકટર ડીસાને શિહોરી વિકાસ વેપારી મહામંડળ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...