તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વિકાસ કામોની ગ્રાન્ટો નાણાં ઉપાડવાની મંજૂરી ન મળતા કામો અટવાયાનો આક્ષેપ

શિહોરી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાંકરેજ તાલુકાના સરપંચોએ મામલતદારને આવેદન આપી ધરણાં પર બેઠ્યા

શિહોરીનાં દુગાવાડા ખાતે પંચમુખી હનુમાન મંદિરમાં શુક્રવારે તાલુકાના સરપંચોની બેઠક યોજાઈ હતી. જેમાં કાંકરેજ તાલુકામાં વિકાસનાં કામો માટે નાણાં જમા હોવા છતાં પણ નાણાં ઉપાડવાની મંજૂરી મળતી નથી અને કામો અટવાયેલા પડ્યા છે તેવા આક્ષેપોને સાથે શિહોરી મામલતદાર કચેરીએ મામલતદારને આવેદન આપી ધરણાં પર બેઠા હતા. શિહોરીનાં દુગાવાડા ખાતે પંચમુખી હનુમાન મંદિરમાં ચર્ચા વિચારણા કરવા માટે સરપંચ યુનિયન કાંકરેજનાં પ્રમુખ કરશનભાઇ જોષીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

જેમાં નાણાં ઉપાડવાની મંજૂરી મળતી નથી અને કામો અટવાયેલા પડ્યા છે તેવા ઘણા મુદ્દાને મામલતદાર એમ.ટી. રાજપૂતને આવેદન આપવામાં આવ્યું હતું. જોકે, આ મુદ્દે સરપંચો ધરણાં કરે તે પહેલા કાંકરેજ તાલુકા ભાજપનાં પ્રમુખ ઈશ્વરલાલ પટેલે પ્રશ્નના ઉકેલની બાંહેધરી આપતાં ધારણા કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો. જોકે કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો ગાંધીનગર ખાતે જઈને ઉગ્ર રજૂઆત કરાશે તેવું સરપંચોએ જણાવ્યું હતું. કાંકરેજ મામલતદાર એમ.ટી.રાજપૂતે રજૂઆતો આગળ સરકાર સુઘી પહોચાડવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...