તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કંબોઇ જૈન દેરાસમાં આભૂષણની ચોરી કરનારો શખ્સ ઝડપાઈ ગયો

શિહોરી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરની દીવાલ કૂદી અંદરથી ચોરી કરી હતી

કાંકરેજ તાલુકાના કંબોઇ જૈન દેરાસરમાં ચોરી કરનારા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. કાંકરેજ તાલુકાના કંબોઇ જૈન દેરાસરમાં રવિવારે રાત્રે કોઈક શખસે મંદિરની દીવાલ કૂદી અંદર પ્રવેશ કરી રૂ.37000 ના મુદ્દામાલ ચોરી કર્યાની ફરિયાદ સોમવારે જૈન અગ્રણી ભરતકુમાર (નાથાલાલ) રતિલાલ શાહે નોંધાવી હતી.

તેની તપાસ પીએસઆઇ. એસ.વી.આહીર ચલાવી રહ્યા હતા.જેમાં નરસિંહ પથુજી સોલંકીને જેમાં ચાંદીનો મુગટ 250 ગ્રામ કિંમત રૂ.17000 અને પંચધાતુનું અષ્ટ મંગળ રૂ.20000 મળી કુલ રૂ. 37000 ના મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.તસવીર-સજ્જનસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...