તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:શિહોરી હાઈવે પર કન્ટેનરની ટક્કર વાગતાં બાઇકચાલકનું મોત નીપજ્યું

શિહોરી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાંકરેજ તાલુકાના શિહોરીનો યુવાન શનિવારે બાઇક લઇ હાઇવે ઉપર જઇ રહ્યો હતો. ત્યારે પાછળથી ટેન્કરના ચાલકે ટક્કર મારતાં મોત નીપજ્યું હતું. શિહોરી પાસે કંડલા નેશનલ હાઇવે પર શિહોરી ગામનો યુવાન પ્રકાશસિંહ કિંતુભા ડાભી (ઉં.વ.23) પોતાનું બાઇક લઇ પોતાના કામે આવી રહ્યો હતો. ત્યારે ઉદેપુરથી મુન્દ્રા જઇ રહેલા કન્ટેનર નંબર આરજે-36-જીએ-4659 જ્યારે શિહોરી પાસે હાઇવે પર પસાર થઇ રહ્યું હતું. ત્યારે શિહોરી પાસેના હાઇવે પર કન્ટેનર ચાલકે આગળ જતા પ્રકાશસિંહના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક રોડ પર ઘસડાયું હતું અને બાઈક સવાર પ્રકાશસિંહ કિંતુભા ડાભી પણ બાઈક સાથે ઘસડાયો હતો.

ત્યારે આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને 108 ને જાણ કરી તાત્કાલિક શિહોરી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઈજાઓના કારણે વધુ સારવાર માટે પાટણ ખાતે રીફર કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું અને પાટણથી શિહોરી સરકારી હોસ્પિટલમાં લાવી પીએમ કરાવી લાશ વાલીવારસોને સુપરત કરવામાં આવી હતી. પોલીસે ડ્રાયવર ગોપાલસિંહ બનવરસિંહ રાવતને પોલીસ સ્ટેશને લાવી કોરોના સ્ટેસ્ટ કરાવ્યા પછી અટક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...