તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શિહોરી-થરા રોડ પરથી ચાલુ ટ્રેલર-ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના પાટણ-મહેસાણાના 3 શખ્સો ઝડપાયા

શિહોરી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ચોરીની કબુલાત, શિહોરી પોલીસે 10 તેલના ડબ્બા સહિત માર્શલ ગાડી કબજે કરી

શિહોરી પોલીસે શુક્રવારે ટ્રેલર-ટ્રકમાંથી હાઇવે ચોરી કરતી ગેંગને ઝડપી પાડી હતી. જેમની પાસેથી 10 તેલના ચોરીના ડબ્બા મળી આવ્યા હતા. આથી પોલીસે વધુ પૂછપરછ કરતાં વધુ 4 ચોરી કબુલી હતી. જેથી પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શિહોરી પોલીસ શુક્રવારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન શિહોરી ટાઉન વિસ્તારમાં શિહોરીથી થરા તરફ જતા નેશનલ હાઇવેના ઉતરતા પુલના છેડે આવતા ખીમાણા તરફથી એક માર્શલ ગાડી આવતા તેને રોકાવી તે માર્શલ અંદર તપાસ કરતા સફેદ કલરના 3 બોકસ મળી આવ્યા હતા. જે શંકાસ્પદ જણાતા માર્શલના ડ્રાઇવર તથા તેની સાથેના બે ઇસમોને બોકસ બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હોઇ બોકસ ખોલી જોતા તેમાં બે પેકીંગ બોકસ તથા એક ખુલ્લુ બોકસ મળી આવ્યું હતું.

જેમાં બે પેકીંગ બોકસમાંથી કુકીંગ ઓઇલ, સોયાબીન રીફાઇન્ડ ઓઇલ 4.400 કિ.ગ્રા. લખેલા પ્લાસ્ટિકના કેન નંગ-8, તેમજ ખુલ્લા પુઠ્ઠાવાળા બોકસમાં કુકીંગ ઓઇલ, સોયાબીન રીફાઇન્ડ ઓઇલ 4.400 કિ.ગ્રા. લખેલના પ્લાસ્ટિકના કેન નંગ-2 આમ કુલ 10 નંગ કિંમત રૂ.6,500 નો મુદામાલ તથા માર્શલના ડ્રાઇવર પાસે માર્શલ ડીલક્ષ ગાડી નંબર જીજે-19-એ-1039 ના કોઇ આર.ટી.ઓ. માન્ય કાગળો હાલમાં પોતાની પાસે નહી હોવાનું જણાવતો હોઇ તેમજ ગાડીના પાછળના ભાગે ચેક કરતા એક લોખંડની છરી મળી આવી હતી. જેથી પોલીસે ધીરજીભાઇ મફાભાઇ રબારી (ઉં.વ.33, રહે.કુકશ,તા.જી.મહેસાણા), અરૂણભાઇ ચંદુભાઇ ગૌસ્વામી (ઉં.વ.31, રહે.કુકશ, તા.જી.મહેસાણા) અને અંકિતકુમાર પ્રવિણભાઇ ગૌસ્વામી (ઉં.વ.22, મુળ રહે.વડાવલી, તા.ચાણસ્મા, જી.પાટણ,હાલ રહે.પાટણ હાઉસીંગ બોર્ડ,તા.જી.પાટણ)ની પુછપરછ કરતાં આ માલ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

ત્રણ શખશોએ કઇ-કઇ ચોરીઓ કબુલી

  • છ માસ અગાઉ ટ્રક ટેલર નંબર એચઆર-55-વી-5938માંથી ઇલેકટ્રીક સોનીક કંપનીના વાયરો આશરે 30 થી 35 બોક્સ કિંમત આશરે રૂ.1,80,000
  • ડીસા-કંસારી રોડ ઉપર વનસ્પતિ ઘીની 13 પેટીઓ
  • ડીસા-કંસારી રોડ ઉપરથી ચોખાના કટ્ટા નંગ-7
  • કુંચાવાડા રોડ ઉપરથી પામોલીન તેલની 14 પેટીઓ ચોરી કરી હતી. આ ચોરી કરેલ માલ તેઓએ પ્રકાશ માજીરાણા (રહે.ગુંદરી,તા.દાંતીવાડા) તેમજ ઇલીયાસ સબ્બીરશાહ સાંઇ (રહેભીલવણ, જી.પાટણ) ને આપ્યું હોવાનુ કબુલાત કરેલ છે.
અન્ય સમાચારો પણ છે...