આસ્થા:જગાણામાં રોગ ના પ્રવેશે તે માટે ઝાંપા તોરણ બંધાયું

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જગાણામાં પ્રવેશવાની જગ્યાએ ઝોપા તોરણ બાંધવામાં આવ્યું હતું. - Divya Bhaskar
જગાણામાં પ્રવેશવાની જગ્યાએ ઝોપા તોરણ બાંધવામાં આવ્યું હતું.
  • ગુરુમંદિર દ્વારા ગામની સુખાકારી માટે ઝાંપા તોરણ બાંધવાની પરંપરા

પાલનપુરના જગાણા ગામના લોકો સુખ-શાંતિથી રહી શકે તેમજ ગામમાં રોગચાળો ન પ્રવેશે તેવા હેતુથી જગાણા ગામમાં પરંપરાગત ગુરૂમહારાજના મંદિરેથી ઝાંપા તોરણ સહિત પાવક જલધારા છાંટણાની પરંપરા ચાલી આવે છે,ગુરૂ મહારાજના પક્ષાલન કરેલા પગલાંનું પાણી ગામમાં પશુધન તેમજ ગામને છંટકાવ કરીને પાવન કરાય છે ગામમાં ગુરુતોરણ બંધાય છે, ગુરુજીની કૃપા જગાણા ગામમાં લોકોના દુ:ખ દૂર કરી સુખાકારી આપે છે.

બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ લોકોમાં ઝાંપા તોરણની પ્રથાનું અનેરૂ મહત્વ હોયછે.પશુઓ તેમજ ગ્રામજનોના સુખાકારી માટે ઝાંપા તોરણ બંધાય છે જે પરંપરાને ગામ લોકોએ સાચવી રાખી હતી.તમામ લોકો ઘરેથી ચૂરમાનો પ્રસાદ,દીવો,ધાર્મિક વિધિ કરી ઊજવણી કરી હતી.આ પ્રસંગે મોતીભાઈ જુઆ,ગણેશભાઈ ચૌધરી,ભરતભાઇ ચૌધરી,રતીભાઈ લોહ,હેમરાજભાઈ કુણિયા, કેશરભાઈ લોહ, ધનરાજભાઈ જરમોલ,તેમજ જગાણા સનાતન ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓ અને મહંતો અને ગામના યુવાનો સહિત સેવાભાવી અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...