તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ડીસાના રસાણામાં થાંભલા સાથે બાઇક અથડાતા બે પિતરાઇ ભાઇઓના મોત

પાલનપુર11 દિવસ પહેલા
  • ડીસા તાલુકાની રસાણા કોલેજ પાસે મોડી રાત્રે અકસ્માત થયો

ડીસા તાલુકાના રસાણા બીસીએ કોલેજ સામે બુધવારે મોડીરાત્રે બાઇક વીજથાંભલા સાથે અથડાયું હતું. આથી બાઇક પર સવાર બન્ને પિતરાઇ ભાઇના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ડીસા તાલુકાના ખરડોસણ ગામના અને હાલમાં રસાણા મોટા ગામે દશરથભાઇ દેસાઇના કુવા ઉપર રહેતાં પાંચાજી મોબતાજી ઠાકોરનો દિકરો પ્રકાશજી પાંચાજી ઠાકોર અને તેમનો ભત્રીજો સુખાજી વિહાજી ઠાકોર બુધવારે રાત્રે આઠેક વાગ્યે જીજે-08-એજી-5415 નંબરના બાઇક ઉપર નિકળ્યા હતાં.

જે દરમિયાન રસાણા ગામથી હાઇવે તરફ આવતા બાઇક ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં બાઇક રસાણા બીસીએ કોલેજ પાસેના વિજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. આથી બાઇક સવાર પ્રકાશજી ઠાકોર અને સુખાજી ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં બંને પિતરાઇ ભાઇના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં.

અકસ્માતની જાણ થતાં જ પરીવાર સહિત સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. આ અંગે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જયારે બંને મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે અકસ્માતએ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ બી.જે.ચાવડા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...