પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની ઘણી જગ્યા પર ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યુ છે. પરંતુ શહેરના સંચા નજીક છેલ્લા ત્રણ દિવસથી માર્ગ ખોદી દેવાતાં રહીશો ચાલવું મુશ્કેલ બન્યું છે. પાલનપુર પાલિકાના વિસ્તારમાં આવેલ સાત સંચા નજીક હાલમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે.પરંતુ લોકોએ અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે.અને હાલમાં જ્યાં કામ ચાલુ છે ત્યાં લઘુમતી સમાજ વસવાટ કરે છે.
એમને થોડા દિવસ બાદ મોહરમનો તહેવાર શરૂ થનાર છે.જ્યાં રસ્તામાં જ ખાડા ખોદી કામ શરૂ કરાયું છે.જ્યાં હજુ 15 દિવસ કામ ચાલુ રહેવાનુ છે ત્યારે સ્થાનિક રહીશ મઝહર કુરેશી એ જણાવ્યું કે આટલા દિવસ કામ ન કર્યું હવે અમારે તહેવાર આવે છે માટે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે જે હજુ 15 દિવસ ચાલશે અમારે 5 દિવસ પછી તહેવાર શરૂ થાય છે.તો આ કામ જલ્દી માં જલ્દી પૂર્ણ કરવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.