તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:યાત્રાધામ અંબાજી મંદિરના સ્ટાફનું રસીકરણ, તમામને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામા આવ્યો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંદિરનો સ્ટાફ દર્શનાર્થીઓના સંપર્કમાં આવતો હોય રસીકરણ કરાયું

સમગ્ર દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે.ત્યારે જગત વિખ્યાત યાત્રાધામ આંબાજીના દ્વાર ખુલ્લા મુકાયા છે.દરરોજ મા ના ધામે મોટી સંખ્યામાં માઇ ભકતો દર્શન કરવા આવતા હોય છે. અને મોટા ભાગના લોકો મંદિરના સ્ટાફના સંપર્કમાં આવતા હોય છે. જેને લઈ આજે અંબાજીમાં મંદિર પરિસરમાં ફરજ બજાવતા સ્ટાફને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ દર્દીઓમાં સતતવધારો થઈ રહ્યો છે મોટાભાગના સેન્ટરો પર કોરોના વેક્સિનેશનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. અને મોટાભાગે લોકોને વેક્સીન લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.ત્યારે આજે અંબાજી મંદિરમાં સતત ખડેપગે રહેતા સિક્યુરિટી ગાર્ડ, પૂજારીઓ,વહીવટી કર્મચારીઓ,સફાઈ કર્મચારીઓ સહિતનાસ્ટાફને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો